શું કરવું અને શું ન કરવું ,IMA ની કોરોના પર લોકોને સલાહ

દેશમાં કોરોનાને ઉગતો જ ડામવા માટે સરકાર મેદાને પડી છે. IMA એ મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને કેટલાક નિયમો નું પાલન કરવાનું જણાવ્યું છે.પાંચ દેશો માં હાહાકાર મચાવી રહેલા કોરોના ને જોઈને ભારત સરકારે અત્યાર થી કોરોનાના ડામવા મોટાપાયે તૈયારીઓ શરુ કરી દીધી છે. હેલ્થ મિનિસ્ટ્રીની એડવાઈઝરી ના એક બાદ હવે ઈન્ડીયન મેડિકલ એસોસિેએશને(IMA) એક મોટી ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને શું કરવું અને શું ન કરવું તે સંબંધિત સલાહ આપી છે. 

IMA દ્વારા લોકોને અપાઈ આવી સલાહ 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશ ને પણ નાગરિકો ને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે. IMA ના પ્રમુખ એસ.એન.પી.સિંહે કહ્યું કે ચીન, અમેરિકા જેવા દેશો માં જે સ્થિતિ છે તે જોતા કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે હવે આપણે માસ્ક પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ ઉપરાંત તેમણે બિનજરૂરી પ્રવાસો ટાળવાની પણ અપીલ કરી છે. ડો.સિંહે કહ્યું કે આ એક એવો પ્રસંગ છે જ્યારે વિદેશ યાત્રા ઓ ફક્ત મુસાફરી માટે ન કરવી જોઈએ.તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, બિન-આવશ્યક મુસાફરી ન કરવી અને સમારંભો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે. 

IMA

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ની ગાઈડલાઈન્સમાં શું કહેવાયું 

(1) બિનજરુરી પ્રવાસ ટાળવો

(2) લગ્ન પ્રસંગે પણ શક્ય હોય તો ટાળવા

(3) ભીડવાળી જગ્યા એ ન જાવ

(4) જાહેર સ્થળો એ  માસ્ક અનિવાર્યપણે પહેરો

(5) સેનિટાઈઝર નો ઉપયોગ કરો 

(6) સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું છે.

(7)  સાબુ અને પાણી અથવા સેનિટાઇઝર્સ થી નિયમિતપણે હાથ ધોવા

(8)  આંતરરાષ્ટ્રીય પ્રવાસ ટાળવો

(9)  તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, લૂઝ મોશન વગેરે જેવા કોઈપણ લક્ષણો હોય તો ડોક્ટરની સલાહ લો

(10) વહેલી તકે સાવચેતી ના ડોઝ સહિત તમારું કોવિડ રસીકરણ મેળવો

(11) સમયાંતરે જારી કરવામાં આવેલી સરકારી સલાહકાર ને અનુસરો

ભારતમાં કોરોનાની ચોથી લહેર ના ભણકારા 

ચીન માં કોરોના ફેલાવાને કારણે ભારતમાં ભયની સ્થિતિ છે અને ચોથી લહેર આવવાની સંભાવના છે. સરકારે પણ કોંગ્રેસ પાર્ટીને તેની ભારત જોડો યાત્રા બંધ કરવાની સૂચના આપી છે. એટલું જ નહીં ભાજપે પોતે રાજસ્થાન માં પોતાની જનક્રોશ યાત્રા સ્થગિત કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં કેટલાક નિયમો નું પાલન કરવાની સલાહ સરકાર આપી શકે છે.

PM મોદીએ બોલાવી મહત્વની બેઠક 

પીએમ મોદીએ કોરોનાને પહોંચી વળવા માટે બેઠક બોલાવી છે. આ બેઠક માં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ થી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ, ફરજિયાત માસ્ક જેવા નિર્ણયો લઈ શકાશે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ સંસદમાં કહ્યું છે કે, ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, ચીન ની સ્થિતિથી ડરવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે મોટા મેળાવડા થી પણ બચવું જોઈએ.

Read Also: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની શાળા કક્ષાએ યોજાનાર પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા 2023 માં શું થયા ફેરફાર,જાણો 

Read Also: ગુજરાત ની તમામ શાળાઓને શું સુચના અપાઈ,જાણો સંપૂર્ણ માહિતી 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!