Read:નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો |
નવા વેજ કોડ અંતર્ગત કર્મચારીઓના કામના કલાક 9થી વધીને 12 થઈ જશે. શ્રમ તેમજ રોજગાર મંત્રાલય અનુસાર, અઠવાડિયામાં 48 કલાક કામકાજનો નિયમ જ લાગૂ રહેશે. કેટલાક યુનિયને 12 કલાક કામ અને 3 દિવસની રજાના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા. સરકારે કહ્યું કે, અઠવાડિયામાં 48 કલાક કામનો જ નિયમ રહેશે, જો કોઈ વ્યક્તિ દિવસના 8 કલાક કામ કરે તો તેણે અઠવાડિયામાં 6 દિવસ કામ કરવું પડશે અને એક દિવસની રજા મળશે. જો કોઈ વ્યક્તિ દિવસના 12 કલાક કામ કે તો બાકીના 3 દિવસ તે કર્મચારીને રજી આપવી પડશે.નવા વેજ કોડમાં ઘણા એવા પ્રાવધાન છે, જેનાથી ઓફિસમાં કામ કરનારા પગારદાર ક્લાસ, મિલો અને ફેક્ટરીઓમાં કામ કરનારા મજૂરો સુધી તેની અસર પડશે. કર્મચારીઓની સેલેરીથી લઈને તેમની રજા અને કામના કલાક પણ બદલાઈ જશે.
સેલરી સ્ટ્રક્ચરમાં બદલાવ (Salary)
નવા વેજ કોડ અંતર્ગત કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં પણ બદલાવ કરવામાં આવશે. Take Home Salaryમાં ઘટાડો કરવામા આવી શકે છે. કારણ કે વેજ કોડ એક્ટ, 2019 અનુસાર કોઈ કર્મચારીની બેઝિક સેલરી કંપનીની કોસ્ટના 50 ટકા કરતા ઓછી ના હોઈ શકે. હાલ ઘણી કંપનીઓ બેઝિક સેલેરી ખૂબ જ ઓછી કરીને તેના પર ભથ્થાં વધારે આપે છે.
Read:28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧ |
વાર્ષિક રજાઓમાં વધારો
કર્મચારીઓની Earned Leave એટલે કે રજાઓ 240થી વધારીને 300 થઈ શકે છે. લેબર કોડના નિયમોમાં બદલાવને લઈને શ્રમ મંત્રાલય, લેબર યૂનિયન અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓની વચ્ચે ઘણા પ્રાવધાનો પર ચર્ચા થઈ હતી. જેમા કર્મચારીઓની Earned Leave 240થી વધારીને 300 કરવાની માગ કરવામાં આવી હતી.
વર્કર્સ માટે મિનિમમ વેજ લાગૂ થશે
પહેલીવાર દેશના તમામ પ્રકારના વર્કર્સને મિનિમમ વેજ એટલે કે ન્યૂનતમ સેલરી મળશે. પ્રવાસી મજૂરો માટે નવી સ્કીમ્સ લાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, તમામ મજૂરોને સામાજિક સુરક્ષા માટે પ્રોવિડન્ટ ફંડની સુવિધા આપવામાં આવશે. સંગઠિત અને અસંગઠિત સેક્ટરના તમામ કર્મચારીઓને ESIનું કવરેજ પણ મળશે. તે અંતર્ગત મહિલાઓને તમામ પ્રકારના કારોબારમાં કામ કરવાની પરવાનગી હશે, તેમને નાઈટ શિફ્ટ કરવાની પણ મંજૂરી મળશે.PF, ગ્રેજ્યુઈટી વધશે તે અંતર્ગત બેઝિક પે વધવાથી કર્મચારીઓનું PF વધુ કપાશે. PFની સાથોસાથ ગ્રેજ્યુઈટીમાં પણ યોગદાન વધી જશે. એટલે ટેક હોમ સેલરી ઘટશે પરંતુ કર્મચારીઓને રિટાયરમેન્ટ પર વધુ રકમ મળશે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ નવો વેજ કોડ લાગૂ થશે. સેલરી અને બોનસ સાથે સંકળાયેલા નિયમો બદલાશે અને દરેક ઈન્ડસ્ટ્રી અને સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓની સેલરીમાં સમાનતા આવશે.ભારતમાં નવો વેજ કોડ ચર્ચામાં છે. પહેલા તેને 1 એપ્રિલથી લાગૂ કરવાનો હતો,
પરંતુ રાજ્ય સરકારો તરફથી ડ્રાફ્ટ રુલ્સ ના મળવાને કારણે આ નિયમ લાગૂ ના કરવામાં આવ્યો. જોકે, હવે તેને આ ઓક્ટોબરથી લાગૂ કરવાની અટકળો લગાવવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઓક્ટોબર સુધી તમામ રાજ્યો પણ પોતાના ડ્રાફ્ટ રૂલ્સ તૈયાર કરી લેશે. જણાવી દઈએ કે, આ નવા નિયમ અંતર્ગત કર્મચારીઓની રજા, સેલરી અને કામ કરવાના કલાકને લઈને ઘણા બધા બદલાવ કરવામાં આવશે. અંતર્ગત કર્મચારીઓના કામના કલાક 9થી વધીને 12 થઈ જશે. શ્રમ તેમજ રોજગાર મંત્રાલય અનુસાર, અઠવાડિયામાં 48 કલાક કામકાજનો નિયમ જ લાગૂ રહેશે. કેટલાક યુનિયને 12 કલાક કામ અને 3 દિવસની રજાના નિયમ પર સવાલ ઉઠાવ્યા હતા.
0 ટિપ્પણીઓ