NOKIA 110 4G feature phone launch in India, prise 2799 Rs.NOKIA 110 4G ફીચર ફોન ભારતમાં લોન્ચ



આજથી આશરે 10-15 વર્ષ પહેલા NOKIAના કિપેડ ફોન્સ માર્કેટમાં રાજ કરતા હતા. આ કિપેડ ફોન્સ માટે લોકોમાં તે સમયે ભારે ક્રેઝ હતો. જો કે કંપની ફરી તેના જૂના કિપેડ ફોન્સ પાછી લાવી છે. ફિનલેન્ડની HMD ગ્લોબલ આ NOKIAના હેન્ડસેટ બનાવે છે. કંપનીએ ભારતમાં 4G કિપેડ ફોન લોન્ચ કર્યો છે. જેની કિંમત 2799 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોનમાં 3-1 સ્પીકર્સ અને માઈક્રો SD કાર્ડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં શું છે અન્ય ફીચર્સ આવો જાણીએ.


Nokia 110 4G buy online

Nokia 110 4G ફીચર ફોનને યેલો, એક્વા અને બ્લેક કલર વેરિયંટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનનું વેચાણ ભારતમાં શરૂ થઈ ચુક્યું છે. આ ફોનને એમઝોન ઈન્ડિયા અને નોકિયાની વેબસાઈટમાંથી ખરીદી શકાશે. આ ફોનમાં 1.8 ઈંચની QVGA સ્ક્રિન આપવામાં આવી છે. આ ફોનમાં 128MB રેમ અને 48MB ઈન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઈક્રો SD કાર્ડથી ફોનની સ્ટોરેજને 32GB સુધી વધારી શકાશે.

Read:Whats App Status કોઈ પણનું  ડાઉનલોડ કરો હવે તમારા મોબાઇલમાં |

Nokia 110 4Gમાં 0.8MPનો QVGA કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન Series 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. આ ફોનમાં 1024mAhની બેટરી આપવામાં આવી છે. નોકિયાએ દાવો કર્યો છે કે બેટરીને ફુલ ચાર્જ કરવા પર ફોન 13 દિવસ ચાલશે. 16 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક અને 5 કલાક સુધી 4G નેટવર્ક પર કોલિંગ કરી શકાશે. જો કે આ ફીચર ફોન હોવાથી આમાં વાયર્ડ અને વાયરલેસ બંને FM આપવામાં આવ્યું છે.

Nokia 110 4G WhatsApp

Read:Redmi Note 10 સીરીઝનું પાંચમુ મૉડલ નવો 5G ફોન લૉન્ચ, સસ્તામાં મળશે ત્રિપલ રિયર કેમેરા સાથે શાનદાર ફિચર્સ |

 

Nokia 110 4Gમાં MP3 પ્લેયર પણ આપવામાં આવ્યું છે. અને આ સાથે 3-1 સ્પીકરનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં પોપ્યુલર સ્નેક ગેમ સહિત કેટલાક એપ્સ પણ આપવામાં આવ્યા છે. આ ફોનમાં ટોર્ચ પણ આપવામાં આવી છે. આ ફોનમાં રિડઆઉટ ફીચર પણ આપવામાં આવ્યું છે. ફોનની બ્લુલાઈટથી આંખોને આરામ મળે તે માટે આ ફીચર આપવામાં આવ્યું છે. આ ફોન તમને નોકિયાના જૂના દિવસો જરૂર યાદ અપાવશે. Nokia 110 4G WhatsApp સપોર્ટ ફોન.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!