Gujarat Election 2022: ગુજરાતમાં ટિકિટ ન મળવાથી BJP ના અનેક નેતાઓ નારાજ, 5 નેતાઓએ અપક્ષ ચૂંટણી લડવાની આપી ધમકી

Gujarat BJP: ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સિવાય એક વર્તમાન અને ત્રણ પૂર્વ ધારાસભ્યોએ કહ્યું છે કે સમર્થકોનો અભિપ્રાય જાણ્યા બાદ તેઓ ફોર્મ ભરશે.

Gujarat

Pension ધારકોને ઘરે બેઠા મળશે આ સુવિધા, કરવું પડશે આ કામ

Gujarat Assembly Election 2022 News: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections)ભાજપ (BJP) તરફથી ટિકિટ ન મળતા ઓછામાં ઓછા એક વર્તમાન ધારાસભ્ય (BJP MLA) અને ચાર ભૂતપૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ધમકી આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.

પાર્ટીના કેટલાક અસંતુષ્ટ નેતાઓએ કહ્યું છે કે તેઓ તેમના સમર્થકો સાથે ચર્ચા કર્યા પછી તેમનું આગળનું પગલું લેશે પરંતુ ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ શુક્રવારે (11 નવેમ્બર) નાંદોદ (અનુસૂચિત જનજાતિ અનામત) બેઠક પર થી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર દાખલ કર્યું.

ઉમેદવારી નોંધાવનાર હર્ષદ વસાવાએ શું કહ્યું?

હર્ષદ વસાવા ભાજપ ના ગુજરાત એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ છે. તેમણે 2002 થી 2007 અને 2007 થી 2012 સુધી અગાઉ ની રાજપીપળા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નર્મદા જિલ્લા ની નાંદોદ બેઠક હાલમાં કોંગ્રેસના કબજામાં છે. ભાજપે આ બેઠક પરથી ડો.દર્શન દેશમુખને મેદાન માં ઉતાર્યા છે. આ જાહેરાતથી નારાજ હર્ષદ વસાવા એ ભાજપના હોદ્દા પરથી રાજીનામું આપી શુક્રવારે નાંદોદ બેઠક માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ વસાવા એ પત્રકારોને જણાવ્યું હતું કે, અહીં અસલી ભાજપ અને નકલી ભાજપ છે. અમે એવા લોકોને ખુલ્લા પાડીશું જેમણે પ્રતિબદ્ધ કાર્યકર્તા ઓને બાજુ પર રાખ્યા છે અને નવા આવનારાઓને મહત્વના હોદ્દા આપ્યા છે. મેં મારું રાજીનામું પાર્ટીને મોકલી દીધું છે. આ વિસ્તાર ના લોકો જાણે છે કે મેં 2002 થી 2012 વચ્ચે ધારાસભ્ય તરીકે કેટલું કામ કર્યું છે.

વોટ્સએપનું નવું ફીચર મચાવશે હંગામો! બધા ગ્રુપ એકસાથે જોઈન કરી શકાશે 

6 વાર ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ પણ ચૂંટણી લડવા માંગે છે

પડોશી વડોદરા જિલ્લામાં ભાજપના એક સીટીંગ અને બે પૂર્વ ધારાસભ્યોને ટિકિટ ન આપવાને કારણે પાર્ટીથી નારાજ છે. વાઘોડિયાના છ વખતના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ નકાર્યા બાદ કહ્યું હતું કે જો તેમના સમર્થકો ઈચ્છે તો તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડશે. ભાજપે આ બેઠક પરથી અશ્વિન પટેલ ને મેદાનમાં ઉતાર્યા છે.

વડોદરા જિલ્લા ની પાદરા બેઠકના ભાજપ ના અન્ય પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામા એ પણ કહ્યું છે કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ બેઠક પરથી ભાજપે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસનો કબજો છે.

જી.પી.એફ. ઉપાડની દરખાસ્ત માટે કયા આધારો સામેલ કરવા,જાણો સંપૂર્ણ માહિતી 

હર્ષ સિંઘવી પરિસ્થિતિને સંભાળવા નીચે ઉતર્યા હતા

કરજણ માં ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને ટિકિટ આપવાના નિર્ણયથી નારાજ છે. પરિસ્થિતિને સંભાળવા માટે, ભાજપ ના પ્રદેશ મહાસચિવ ભાર્ગવ ભટ્ટ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે (12 નવેમ્બર) વડોદરાની મુલાકાત લીધી હતી અને પાર્ટીના સ્થાનિક કાર્યકરોને મળ્યા હતા. ભટ્ટે વડોદરાની તમામ બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન, જૂનાગઢની કેશોદ બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કારણ કે પક્ષ દ્વારા વર્તમાન ધારાસભ્ય દેવભાઈ માલમ ને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે અત્યાર સુધીમાં કુલ 182 વિધાનસભા મતવિસ્તારો માંથી 166 માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!