મહેસાણા જિલ્લા માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ સેમિનાર

મહેસાણા જિલ્લાની બિન સરકારી માધ્ય./ઉ.મા. શાળાઓના વર્ગ-3-4 ના વહીવટી કર્મચારી ભાઇ-બહેનોને શાળા વહીવટી કામમાં સઘન તાલીમ મળે તે માટે એક વહીવટી વર્કશોપ સેમીનાર તા. 22 જાન્યુઆરી, 2023 ને રવિવાર ના રોજ શ્રી દિગંબર જૈન વીર વિધા સંઘ ટ્રસ્ટ તપોવન, તારંગા., તા. સતલાસણા, જી.મહેસાણા મુકામે યોજાનાર છે.

આ વર્કશોપ સેમિનારમાં વર્ગ-3 અને વર્ગ-4 ના ભાઇ-બહેનો હાજર રહે તે જરૂરી છે. સેમિનારમાં હાજર રહેનાર વહીવટી કર્મચારીઓની શાળામાંથી નીચે મુજબનો સેમિનાર-વ્યવસ્થા ખર્ચ – વ્યક્તિદીઠ અને સંયોજન ફી – શાળા દીઠ તે ઉપરાંત કેમ્પના સ્થળે જવા-આવવાના ખરેખર થયેલ રેલ્વે/બસ ભાડાની રકમ કર્મચારીને ચુકવવાની રહેશે. જે ખર્ચ ગ્રાન્ટને માન્ય રહેશે.


વહીવટી કર્મચારી વર્ગ-3 ફી ની વિગત

સંયોજન ફી (શાળા દીઠ) 500/- 

વ્યવસ્થાપક ખર્ચ (વ્યક્તિ દીઠ) 500/-

 વહીવટી કર્મચારી વર્ગ-4 ફી ની વિગત

સંયોજન ફી (શાળા દીઠ) 400/- 

વ્યવસ્થાપક ખર્ચ (વ્યક્તિ દીઠ) 400/-

તા. 10/01/2023 સુધીમાં ફી ભરી દેવી.

  • વર્કશોપ સેમિનારમાં વહીવટી કર્મચારીઓ વર્ગ-3 અને વર્ગ-4 ના ભાઇ-બહેનોને ભાગ લેવા મોકલવા શાળાના આચાર્યશ્રીને આગ્રહભરી વિનંતી કરવામાં આવે છે, આ પરિપત્રની જાણ વર્ગ-3 અને વર્ગ-4 ના વહીવટી કર્મચારી ભાઇ-બહેનોને કરવા વિનંતી છે.
  • તમોને મુંઝવતા નિતિવિષયક પ્રશ્નો સારા અક્ષરે કાગળની એક બાજુએ લખી તા. 10/01/2023 સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીએ, ઓ.એસ. ના નામ જોગ મોકલી આપવી અને તેની બીજી નકલ શ્રી દિપકકુમાર સી. રાવલ, મંત્રીશ્રી, મહેસાણા જિલ્લા વહિવટી સંધ શ્રી જી.મ.કન્યા વિધાલય – ઊંઝાને મોકલી આપવી. સ્થળ ઉપર કોઇ પ્રશ્નો લેવામાં આવશે નહીં.

આવનાર વર્ગ-3 અને વર્ગ-4 ના વહીવટી કર્મચારી ભાઈ-બહેનોને સૂચના

(1) આગમન અને રજીસ્ટ્રેશન તા. 22/01/2023 ના સવારે 8 કલાકે

(2) ઉદ્ઘાટન સવારે 9 કલાકે 

(3) નિયત સમય મર્યાદામાં સેમિનાર જોડાણ ફી મોકલી આપવી. 

(4) સેમિનારમાં સંઘની શિસ્ત, મર્યાદા, વિવેક અને વિનય તથા કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરી સંઘની શોભા વધારવી.

(5)એસ.એસ.સી., એચ.એસ.સી., સ્નાતક, અનુસ્નાતક, ડૉક્ટર કક્ષાએ પાસ થયેલ સભ્યોના સંતાનની પરિણામની માહિતી માર્કશીટ પાછળ સભ્યનું નામ મોબાઇલ નંબર શાળાનું નામ સાથે આપવી.

(6) નિવૃત્ત કર્મચારીઓની માહિતી તેમના હાલના રહેઠાણના સરનામા-મોબાઇલ નંબર, શાળાનું નામ સાથે તા. 10-01-2023 સુધીમાં શ્રી જતીનકુમાર એચ. દરજી,  કલ્યાણનિધી કન્વીનર, જુનિયર કલાર્ક આનર્ત શિક્ષણ કેન્દ્ર, વડનગરને મોકલી આપવી, જેથી તેઓને સીધી ટપાલ રહેઠાણના સરનામે મોકલી શકાય. સ્થળ ઉપર માહિતી લાવવી નહીં.




 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!