જી.પી.એફ. ઉપાડની દરખાસ્ત માટે કયા આધારો સામેલ કરવા,જાણો સંપૂર્ણ માહિતી : MyGujju

GPF

જી.પી.એફ. ઉપાડની દરખાસ્ત માટે કયા આધારો સામેલ કરવા,જાણો સંપૂર્ણ માહિતી

સળંગ નોકરી ગણતાં તમારો પગાર કેટલો થાય તે જાણો: salary online calculator 

જી.પી.એફ.ઉપાડ સામાન્ય રીતે નીચે મુજબના ત્રણ સંજોગોમાં કરવામાં આવે છે.

  • શિક્ષણ અભ્યાસ અર્થે ઉપાડ માટે જરૂરી આધારો નીચે મુજબ લાવવાના રહશે.
  • લગ્નના ઉપાડ માટે જરૂરી આધારો નીચે મુજબ લાવવાના રહશે.
  • મકાન રીનોવેશન માટે/મકાન બાંધકામ ઉપાડ માટે જરૂરી આધારો નીચે મુજબ લાવવાના રહશે.

સરકારશ્રીના નિયમાનુસાર નીચે જણાવેલ વિગતો પ્રમાણે ક્રમ મુજબ સંપૂણૅ આધાર પુરાવા સાથે સરકારશ્રીના નિયમો ટાંકીને દરખાસ્ત કરવા જણાવવામાં આવે છે.

જી.પી.એફ. ઉપાડની દરખાસ્ત માટે નીચે મુજબના આધારો સામેલ કરવા

લગ્નના ઉપાડ માટે જરૂરી આધારો નીચે મુજબ લાવવાના રહશે.

૧. ફોર્મનંબર –૭ સંપૂર્ણ વિગતો સાથે બે(૨) નકલમાં રજૂ કરવું
૨. ઉપાડ પત્રકમાં છેલ્લા ચાર ઉપાડની વિગતો કારણ સહિત ફરજીયાત દર્શાવીને રજૂ કરવું. જા કોઈ પણ ઉપાડ ના હોયતો ઉપાડ કરેલ નથી,તેમ જણાવવાનું રહશે.
૩. છેલ્લા બે વર્ષની સ્લીપ
૪. છેલ્લા બે વર્ષનું વ્યાજ ગણતરી પત્રક
૫. એલ.સી.ની નકલ
૬. લગ્ન ખચૅની યાદી
૭. છાપેલી લગ્નની કંકોત્રી
૮. રેશનકાર્ડની અને આધાર કાર્ડની નકલ
૯. કેન્સલ ચેકની નકલ
૧૦. લગ્ન પુરા થઈ ગયેલ હોયતો લગ્નની નોંધણી અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહશે.

મકાન રીનોવેશન માટે/મકાન બાંધકામ ઉપાડ માટે જરૂરી આધારો નીચે મુજબ લાવવાના રહશે.

૧. ફોર્મનંબર --૭ સંપૂર્ણ વિગતો સાથે બે(૨) નકલમાં રજૂ કરવું
૨. ઉપાડ પત્રકમાં છેલ્લા ચાર ઉપાડની વિગતો કારણ સહિત ફરજીયાત દર્શાવીને રજૂ કરવું. જા કોઈ પણ ઉપાડ હોયતો ઉપાડ કરેલ નથી,તેમ જણાવવાનું રહશે.
૩. છેલ્લા બે વર્ષેની સ્લીપ
૪. છેલ્લા બે વષૅનું વ્યાજ ગણતરી પત્રક
૫. છેલ્લી ધરવેરાની પાવતી
૬. બાંધકામ રજા ચિઠી(મકાનના બાંધકામ માટે)
૭. ખર્ચનું એસ્ટિીમેન્ટ અસલ(એન્જીનિયરનું)
૮. રેશનકાર્ડની અને આધાર કાર્ડની નકલ
૯. કેન્સલ ચેકની નકલ
૧૦. મકાનમાલીકના આધારો

સાતમા પગાર પંચ મુજબ નવા ઘરભાડા અને મેડિકલ અનુસાર પગાર મલવાનો છે તે મુજબ આપના નવા પગાર ની ઓનલાઇન ગણતરી કરો.

શિક્ષણ અભ્યાસ અર્થે ઉપાડ માટે જરૂરી આધારો નીચે મુજબ લાવવાના રહશે.

૧. ફોર્મનંબર –૭ સંપૂર્ણ વિગતો સાથે બે(૨) નકલમાં રજૂ કરવું
૨. ઉપાડ પત્રકમાં છેલ્લા ચાર ઉપાડની વિગતો કારણ સહિત ફરજીયાત દર્શાવીને રજૂ કરવું. જા કોઈ પણ ઉપાડ ના
હોયતો ઉપાડ કરેલ નથી, તેમ જણાવવાનું રહશે. ૩. છેલ્લા બે વષૅની સ્લીપ
૪. છેલ્લા બે વર્ષનું વ્યાજ ગણતરી પત્રક
૫. એલ.સી.ની નકલ
૬. છેલ્લા બે વર્ષની ભરેલ ફીની પાવતીની નકલ
૭. વિદેશ અભ્યાસ માટે એડમીશન લેટરની નકલ
૮. રેશનકાર્ડની અને આધાર કાર્ડની નકલ
૯. કેન્સલ ચેકની નકલ

જી.પી.એફ. બાબતે વારંવાર પૂછાતા પ્રશ્નો

1. આખરી ચુકવણાના કેસો માટે કયું ફોર્મ ભરવું ?
નિયમિત વય નિવ્રુતી/ સ્વૈરછિક નિવ્રુતી /બરતરફ વગેરે માટે ફોર્મ- ૧૦ખ (10-B) નક્કી કરાયેલ છે. જયારે અવસાન ના કેસોમાં ફોર્મ- ૧૦ગ (10-C) ભરવામાં આવે છે.

2. આ ફોર્મ કયાંથી મળી શકે.?
આ ફોર્મ સરકારી બુક ડેપો/ જી.પી.એફ. નિયમસંગ્રહ તેમજ ONLINE મળી રેહે છે.

3. આખરી ચુકવણાને લગતા કેસો બાબત ફોર્મ- ૧૦ખ (10-B) અને ફોર્મ- ૧૦ ગ (10-C) કયા કયા સંજોગોમાં ભરવા પાત્ર થાય છે ?
નિયમિત વયનિવ્રુતી / સ્વૈરછિકનિવ્રુતી / બરતરફ વગેરે માટે ફોર્મ- ૧૦ખ (10-B) નક્કી કરાયેલ છે. જયારે અવસાનના કેસોમાં ફોર્મ- ૧૦ગ (10-C) ભરવામાં આવે છે.

4. કર્મચારીનો કેસ રજુ કરતાં પહેલાં જી.પી.એફ. કપાત કેટલા સમય પહેલાંથી બંધ કરાવવા બાબતે ધ્યાને રાખવા માં આવે છે ?
નિવ્રુતી અગાઉ  6 - માસ પૂર્વે કપાત બંધ કરાવવાનો વિકલ્પ આપવાનો રહે છે.

5. કર્મચારી ની જમા રકમ ઉપર વ્યાજ કઇ રીતે મળે અને કેટલા સમય સુધી મળે ?
કર્મચારી નિવ્રુત થતાં કેસ મોડો રજુ થાય તો વ્યાજ કઇ રીતે મળે ?
કર્મચારીની જમા રકમ ઉપર સરકારશ્રી દ્રારા વખતો વખત ઠરાવથી નક્કી થયેલ દરે વ્યાજ મળે છે.

કર્મચારીની જમા રકમ ઉપર વ્યાજ નિવ્રુતી ની તારીખ સુઘી મળે છે. ત્યાર બાદ આખરી ચુકવણા માટે કેસ રજુ થતાં 3 – માસ માં કર્મચારીને રકમ પરત મળે તે પ્રમાણે કાર્યવાહી સંબધિત કચેરીએ કરવાની રહે છે.

ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને, વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે એડહોક બોનસ ચુકવવા બાબત 

6. આખરી ચુકવણા ના કેસોમાં કયા કયા પ્રકારની વિગતો કચેરી તરફથી મંગાવવામાં આવે છે ?
આખરી ચુકવણા ના કેસોમાં કચેરી તરફથી દરખાસ્ત સાથે ફોર્મ- ૧૦ખ (10-B) / ફોર્મ- ૧૦ગ (10-C) છેલ્લા પાંચ વર્ષ ના ઉપાડ નું પત્રક, છેલ્લી સ્લીપ, સંમતિ પત્રક, બાંહેધરી પત્રક, વગેરે દરખાસ્ત સાથે સાંયોગિક દસ્તાવેજ આધાર સ્વરૂપે મંગાવવામાં આવે છે.

7. આખરી ચુકવણા ના કેસોમાં નિયુક્તિ બાદ કઇ જોગવાઇ નક્કી કરેલ છે ?
આખરી ચુકવણા માટે સામાન્ય નિયુક્તિ ફોર્મ તા:- ૨૩/૦૬/૨૦૦૦ ના સરકાર શ્રી ના ઠરાવ મુજબ નકલ બિડાણ કરવી જરૂરી છે.

8. નિયુક્તિમાં મુખ્ય નોમીની અને વૈક્પિક નોમીની રાખવા ફરજીયાત છે ?
નિયુક્તિ પત્રમાં સામાન્ય રીતે પતિ અથવા પત્નિ ત્યારબાદ કાયદેસરન સંતાનો ના નામ ક્રમ મુજબ મુકવામાં આવે છે.

9. લીન્ક ચુકવવા બાબત કઇ કઇ વસ્તુઓ ધ્યાને લેવાની રહે છે.? લીન્કનો લાભ કયા સંજોગોમાં મળવાપાત્ર થાય ?
ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારી ને લીન્ક ઇન્સ્યોરન્સ નો લાભ મળવાપાત્ર થાય છે.

ચાલુ નોકરીએ અવસાન
છેલ્લા ત્રણ વર્ષ ની સરેરાશ સિલક નિયમ મુજબ જળવાવી જોઇએ.
૩૬ માસની સરેરાશ સિલક મુજબ સરકાર શ્રી વખતો વખત નક્કી થયેલ રકમ મળવાપાત્ર થાય છે.
10. કચેરીએ કેસ રજુ કરતી વખતે કચેરીનું સરનામું, જીલ્લાતિજોરી કચેરી, CARDEX NO. દર્શાવવા બાબત શું શું કાળજી રાખવી ?
કચેરીએ કેસ રજુ કરતાં પહેલાં નિયત ફોર્મ સાધનિક આધાર રૂપ દ્સ્તાવેજ છેલ્લા પાંચ વર્ષ ના જમા- ઉપાડ ના પત્રકો, છેલ્લી સ્લીપ, સંમતિ પત્રક, બાંહેધરી પત્રક, વગેરે રજુ કરવા. જેમાં કઇ જીલ્લાતિજોરી કચેરી માંથી ચુકવણું લેવા ઇરછે છે તે, તેમજ સંબધિત કચેરી નું નામ સરનામું દર્શાવવું.

11. કચેરી તરફથી કપાતો / ઉપાડ બાબત કઇ માહિતી આપવાની થાય છે ?
કચેરી તરફથી છેલ્લા ૧૨ માસ ની પ્રતિ માસ નિયત કપાતનું પત્રક, છેલ્લા પાંચ વર્ષ ના ઉપાડ નું પત્રક આપવાનું થાય છે.

12. ખાસ કરીને નિવ્રુતી / અવસાન ના કેસો બાબત ઝડપી અને સરળ ચુકવણાં કરાય તો વિલંબ નિવારી શકાય ?
નિવ્રુતી અને અવસાન નાકિસ્સામાં સંબધિત કચેરી દ્રારા નિયત ફોર્મ, ચેક લિસ્ટ મુજબ તૈયાર કરી રજુ થાય તો કેસોનો ઝડપી નિકાલ કરી શકાય.

13. કોઇ ગુમ / લાપતા સુદા કર્મચારી, રૂખશદ કર્મચારી બાબત કચેરીએ કઇ કાળજી રાખી કેસો ર્જુ કરવા તે અંગે કર્યવાહી કરવા બાબત શું ધ્યાને લેવાય ?
કોઇ ગુમ સુદા / લાપતા કર્મચારી, રૂખશદ કર્મચારીના કિસ્સામાં પોલીસ રીપોર્ટ, FIR નકલ વગેરે સાથે કચેરી કેસ રજુ કરી શકે છે.

14. દરખાસ્ત ડી.પી.પી.એફ. ને મળ્યા પછી ઓથોરીટી કેટ્લા દિવસ માં મળે ?
દરખાસ્ત ડી.પી.પી.એફ. ને મળ્યા બાદ સામાન્ય રીતે ૩૦ દિવસ માં નિકાલ કરવાનો હોય છે. ડી.પી.પી.એફ. કચેરી અગ્રતા ના ધોરણે ક્રમાનુસાર કેસોનો ઝડપી નિકાલ કરી ઓથોરીટી ઇસ્યુ કરી આપે છે.

15. ઓથોરીટી મળ્યા બાદ ચૂકવણાંની કાર્યવાહી કેવી હોય ?
જી.પી.એફ. ઓથોરીટી ઇસ્યુ કર્યા બાદ સંબધિત કચેરી દ્રારા બિલ સંબધિત જીલ્લાતિજોરી કચેરી / પીએઓ કચેરીમાં બિલ રજુ કરી ચેક થી નાંણા ચુકવવામાં આવે છે.

16. ૯૦% ઉપાડ ફરજિયાત છે ?
૯૦% ઉપાડ ફરજીયાત નથી, પરંતુ નાંણા વિભાગના ઠરાવ તા:- ૦૬/૧૧/૧૯૯૦ મુજબ ૯૦% ઉપાડ મેળવી શકાય છે.

17. ૯૦% ઉપાડ શા માટે જરૂરી છે ?
૯૦% ઉપાડ ફરજીયાત નથી, ફકત જોગવાઇ છે. કર્મચારી ની આર્થિક જરૂરિયાત અનુસાર નિવ્રુતિ પહેલાં મદદરૂપ થઇ શકે તે હેતુ થી ઉપાડ લઇ શકે છે.

18. કર્મચારીએ જી.પી.એફ. કપાત કયારે બંધ કરાવવી જોઇએ ?
નાંણાવિભાગના તા:- ૧૫/૦૮/૧૯૯૮નો ઠરાવ વધુ વિગત માટે જોવો. તેમ છતાં આખરી ચુકવણાના કેસ પ્રકિયા માટે નિવ્રુતિ બાદ ૩ માસ વહીવટી પ્રકીયા સમયગાળો ગણાય છે.જેમાં વ્યાજ મળવાપાત્ર નથી. નિવ્રુતી પહેલાં 6 - માસ અગાઉ કપાત બંધ કરાવવાની રહે છે.

19. જી.પી.એફ. આખરી ચુકવણાના કેસ માટે વહીવટી સમયગાળો કેટલાં માસનો ગણાય? તેમાં વ્યાજ મળે ?
જી.પી.એફ. આખરી ચુકવણાના કેસ પ્રક્રિયા માટે ૩ માસ વહીવટી પ્રકીયા સમયગાળો ગણાય છે. જેમાં તે સમય દરમ્યાન વ્યાજ મળવાપાત્ર નથી. નાંણાવિભાગના તા:- ૧૫/૦૮/૧૯૯૮નો ઠરાવ વધુ વિગત માટે જોવો.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!