Jio 5G પ્લાન્સ માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે,જાણો રિચાર્જ માહિતી

 શું તમે JIO ના 5G રિચાર્જ પ્લાન્સ ની રાહ જોઈ રહ્યા છો? જો તમે નવું રિચાર્જ કરવાના છો તો રિચાર્જ પહેલા તમારે એક વખત આ ડિટેલ જરૂર ચેક કરી લેવી જોઈએ.JIO એ 5G સર્વિસ ઓક્ટોબર મહિના માં લોન્ચ કરી દીધી હતી. જોકે કંપનીએ 5G રિચાર્જ પ્લાન્સ ની જાણકારી અત્યાર સુધી આપી નથી. હવે જીયો એ પોતાના 5G પ્લાન્સને લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ સ્પષ્ટ કરી દીધુ છે કે કયા રિચાર્જ પ્લાન ની સાથે 5G ડેટા મળશે અને કયા પ્લાન્સ સાથે નહીં.JIO ની 5G સર્વિસ હજુ સુધી અમુક જ શહેરોમાં ઉપલબ્ધ છે. માટે કંપની સંપૂર્ણ રીતે 5G પ્લાન્સ લોન્ચ નથી કરી રહી. પરંતુ JIO ના ઘણા પ્લાન્સમાં 5G ની સર્વિસ મળી રહી છે. કંપનીએ આ સર્વિસ ને દિલ્હી-એનસીએર, મુંબઈ, કોલકત્તા, વારાણસી, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, પુણે, નાથદ્વારા, કોચી અને બીજા એરિયામાં લોન્ચ કર્યું છે. ગુજરાતના દરેક 33 જીલ્લા હેડક્વાર્ટર્સ માં જીયોની 5G સર્વિસ ઉપલબ્ધ છે. 

5G

Jio ના કયા પ્લાનમાં મળશે 5G સર્વિસ? 

JIO એ અત્યાર સુધી અલગથી 5G રિચાર્જ પ્લાનનું એલાન નથી કર્યું. પરંતુ કંપનીએ એ જરૂર સ્પષ્ટ કરી દીધુ છે કે કયા રિચાર્જ પ્લાન્સમાં કન્ઝ્યુમર્સને 5G સપોર્ટ મળશે. હકીકતે, કંપની જીયો પ્લાન્સ માં 5G સપોર્ટ ઓફર કરી રહ્યું છે. જેની માહિતી પોતાની ઓફિશ્યલ વેબસાઈટ પર લાઈવ કરી દીધી છે. 

કોઈ પણ રિચાર્જ પ્લાન્સ ની ડિટેલ્સ પર જઈને તમે તેને ચેક કરી શકો છો. જોકે, 239 રૂપિયાથી ઓછી કિંમત વાળા રિચાર્જ પ્લાન્સ ની સાથે તમને 5G ની સુવિધા નથી મળી રહી. 

5G સર્વિસ યુઝ કરવા માટે તમારે ઓછામાં ઓછુ 239 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેશે. જીયોએ 239 રૂપિયા અથવા ઉપર ના પ્લાન્સ ની ડિટેલ્સમાં જણાવ્યું છે કે આ પ્લાન્સ અનલિમિટેડ 5G ડેટા માટે એલિજીબલ છે. 

Jio એ લોન્ચ કરેલો નવો રિચાર્જ પ્લાન શું છે

Jio એ ન્યૂ યર્સ પર નવો રિચાર્જ પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સ ને 252 દિવસની વેલિડિટી મળે છે. જીયો નો નવો પ્લાન 2023 રૂપિયાનો છે. પ્લાનમાં યુઝર્સ ને ડેલી 2.5GB ડેટા, અનલિમિટેડ કોલ્સ અને ડેલી 100 SMSનું બેનિફિટ મળે છે. સાથે જ યુઝર્સ એડિશનલ બેનિફિટ્સ નો પણ લાભ ઉઠાવી શકે છે. આ સંપૂર્ણ પ્લાનમાં યુઝર્સ ને કુલ 630 GB ડેટા મળશે. રિચાર્જ પ્લાનમાં યુઝર્સ ને Jio TV, Jio Cinema, જીયો સિક્યોરિટી અને જીયો ક્લાઉડનું સબ્સક્રિપ્શન પણ મળશે. 

Read Also: આપના પગારની ઓનલાઇન ગણતરી કરો,માત્ર બેઝિક એન્ટર કરીને 

Read Also: કેટલા વર્ષની નોકરી થાય તો ગ્રેજ્યુટી મળવાપાત્ર છે, જાણો શું છે નિયમ...


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!