ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની શાળા કક્ષાએ યોજાનાર પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા 2023 માં શું થયા ફેરફાર,જાણો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિધ્ધ થયેલ શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર-2022-23 માં દર્શાવ્યા મુજબ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની શાળા કક્ષાએ લેવાનાર પ્રિલિમ/દ્વિતીય પરીક્ષા તા.27/012023 થી તા.04/02/2023 દરમિયાન યોજાનાર છે. ઉક્ત દ્વિતીય પરીક્ષા દરમિયાન નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા તા.15/12/2022 ના રોજ પ્રસિધ્ધ કરેલ JEE (Main)-2023 ના પ્રથમ સેશનની પરીક્ષા પણ યોજાનાર છે. 

GSEB

જે ધ્યાને લેતા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ JEE (Main)-2023 ના પ્રથમ સેશનમાં દર્શાવેલ જે તે તારીખમાં ઉપસ્થિત થનાર હોય તેવા વિદ્યાર્થીઓની તે દિવસની જે તે વિષયની શાળાકીય દ્વિતીય પરીક્ષા તા.06/02/2023 થી તા.08/02/2023 દરમિયાન સબંધિત શાળાએ યોજવાની રહેશે. જે અંગે આપની કક્ષાએથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ શાળાઓને જાણ તથા અમલવારી કરવાની સૂચના આપવા જણાવવામાં આવે છે.

Read Also: ગુજરાત ની તમામ શાળાઓને શું સુચના અપાઈ,જાણો સંપૂર્ણ માહિતી 




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!