ગુજરાત રાજ્ય ના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષ થી હવે રાજ્યની પ્રાથમિક શાળાઓનુ પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના DEO ને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર માધ્યમિક શાળા નું જ મૂલ્યાંકન થતું હતું.
ગુજરાત રાજ્યની તમામ શાળાઓનું થશે મૂલ્યાંકન
રાજ્ય ની 33 હજાર પ્રાથમિક અને 1 હજાર 862 માધ્યમિક શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. તમામ શાળા ઓનું સ્વ અને બાહ્ય મૂલ્યાંકન થશે. સર્વ શિક્ષા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળા નું મૂલ્યાંકન કરવા માટે તમામ જિલ્લાના DEO ને સૂચના આપવામાં આવી છે. હવે માધ્યમિક શાળા ની સાથે-સાથે પ્રાથમિક શાળાઓનું પણ મૂલ્યાંકન કરાશે. ગુજરાત રાજ્યની 32940 સરકારી પ્રાથમિક અને 1865 માધ્યમિક સ્કૂલનું મૂલ્યાંકન થશે
સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લા ના DEO ને સૂચના અપાઈ
શાળા માં સ્વ-મૂલ્યાંકન એ વાર્ષિક પ્રક્રિયા છે. જ્યારે બાહ્ય-મૂલ્યાંકન ત્રણ વર્ષ માં એકવાર દરેક શાળામાં થાય છે. શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન માટેનો સમય અને તારીખ શાળા સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવે છે.
શાળા માં બાહ્ય-મૂલ્યાંકન કરનારા મૂલ્યાંકનકારો શાળા બહાર ના તેમજ શિક્ષણ જગત માં સમાવિષ્ટ હોય તેવા તજજ્ઞો હોય છે. બાહ્ય મૂલ્યાંકન માટેની ટીમની રચના રાજ્ય/જિલ્લા કક્ષા એથી કરવામાં આવે છે. તેઓ શાળા સુધારણા અને વિદ્યાર્થીઓના પ્રદર્શન બાબતે સહાયરૂપ થાય છે.
Read Also: 'અવતાર - ધ વે ઓફ વોટર' મૂવીમાં શું છે એવું કે બોક્સ ઓફિસ પર અધધધ કમાણી કરે છે.
Read Also: ગુજરાતના 2005 પહેલાં નિમણુંક થયેલા કર્મચારીઓ માટે શું છે ખુશખબર,જાણો સંપૂર્ણ માહિતી.
0 ટિપ્પણીઓ