Car Insurance 2021 કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Car Insurance 2021કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન.ઘણા એવા લોકો હોય છે જે ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ખરીદી કરી લેતા હોય છે પરંતુ તેના Insuranceને લઈ વધારે જાણકારી રાખતા નથી કે તેને ગંભીરતાથી વધારે લેતા નથી. વાહન ખરીદતા સમયે Insurance લઈ લે છે અને નિરાંત થઈ જાય છે. પરંતુ ત્યારબાદ તેમની આ લાપરવાહી તેમને ભારે પડે છે. અહીં તમને એ વાતની જાણકારી આપીએ કે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓમાં વાહનનો Insurance સહાયરૂપ સાબિત થાય છે.

Reliance Jio recharge ના 5 શાનદાર પ્લાન, અમર્યાદિત ડેટા કે જેનો ઉપયોગ એક દિવસમાં થઈ શકે છે.

Comprehensive Motor Insuranceના છે આ લાભ

જો તમારે વાહન માટે Insurance લેવો હોય તો 'કોમ્પ્રિહેન્સિવ મોટર Insurance' જ ખરીદવો જોઈએ. આ Insurance કુદરતી આપત્તિથી થનારા નુકસાનમાં ભરપાઈ કરી આપે છે. કોમ્પ્રિહેન્સિવ Insuranceમાં લગભગ મોટાભાગના નુકસાનને ક્લેઈમમાં સામેલ કરવામાં આવે છે. કુદરતી આફતથી થનારા નુકસાનને આ Insuranceમાં સામેલ કરવામાં આવે છે. કુદરતી આફતથી થતા નુકસાનની સાથે જો તમારા વાહનની ચોરી થાય તો 'કોમ્પ્રિહેન્સિવ મોટર Insurance'માં તે કવર થાય છે. આ સાથે અકસ્માતમાં તમારા વાહનને નુકસાન થાય અને ભૂલ તમારી હોય તો પણ પોલિસીમાં કવર મળે છે. 'કોમ્પ્રિહેન્સિવ મોટર Insurance' આ બધા સાથે પ્રાણીના કારણે થયેલા નુકસાનમાં પણ કવર આપે છે. આવા પ્રકારના કિસ્સામાં જ્યારે વાહનના કાચ કે અન્ય પાર્ટને નુકસાન થાય ત્યારે આપણે મનોમન વિચારી લેતા હોય છે કે આમાં શું Insurance હોય અને આપણે પોતાની રીતે ખર્ચો કરાવી દેતા હોય છે તેવામાં આ પ્રકારનો Insurance કઢાવ્યો હોય તો વાહનચાલકને મોટો ફાયદો થાય છે.

Whatsapp ઓફિશિયલ રીતે પોતાનું નવુ feature View Once લોન્ચ કરી દીધુ છે.  |  

બે પ્રકારના હોય છે Insurance

ભારતીય બજારમાં બે પ્રકારના Insurance ઉપલબ્ધ હોય છે. એક તો 'કોમ્પ્રિહેન્સિવ વ્હીકલ Insurance' અને 'બીજા થર્ડ પાર્ટી કાર Insurance'.. 'કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ' સંપૂર્ણ વીમો હોય છે. આ Insuranceમાં સારી રીતે વાહન માલિકને લાભ મળ્યા છે.

Third Party Insurance વિશે પણ જાણો

સરકારના નિયમના કારણે ફરજિયાતપણે થર્ડ પાર્ટી Insurance વાહનચાલકે લેવો પડે છે. તમારા વાહનથી અન્ય વાહન કે વ્યક્તિને નુકસાન પહોંચે ત્યારે તેના ખર્ચાની ભરપાઈ માટે Third party insurance લેવામાં આવે છે. થર્ડ પાર્ટી Insuranceમાં આ પ્રકારના લાભ મળે છે.

1. જો તમારા વાહનથી બીજી કોઈ વ્યક્તિને ઈજા પહોંચે તો તેના ઈલાજનો ખર્ચ પોલીસી આપવા વાળી કંપની ચૂકવશે.

2. જો તમારા વાહનથી કોઈનું મૃત્યુ થયું તો તેનું વળતર પણ જે તે વીમા કંપની ચૂકવશે

3. તમારા વાહનથી અન્ય વાહનને નુકસાન થયું હોય તો તેનું વળતર પોલીસી આપનારી કંપની ચૂકવશે

4. કોઈ અન્ય વ્યક્તિને કે વાહનને થયેલા નુકસાનમાં જો દાવો કરાયો હોય તો કેસનો ખર્ચ પણ વીમા કંપની જોશે.

થર્ડ પાર્ટી Insurance તો ફરજિયાત છે ત્યારે તેની સાથે 'કોમ્પ્રિહેન્સિવ Insurance' લેવો સંપૂર્ણપણે સલાહભર્યું છે.

મોંઘવારી તફાવત ૫% ગણતરી માટેનું Online Calculator :7th Pay Commission dearness allowance calculator | 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!