ધોરણ-11 ની નિદાન કસોટીઓના આયોજન અંગે 08/11/2021

કોવિડ-૧૯ ની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં સાતત્ય જળવાય રહે તે માટે સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગના વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2020-2021 માટે સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરણ 9 થી 11 માં માસ પ્રમોશન અને ધોરણ-12ની પરીક્ષા રદ કરી, મુલ્યાંકન પ્રવિધિ અનુસાર ગુણાંકન નિયત કરેલ છે.આવા સંજોગોમાં આગામી ધોરણના વિષયવસ્તુ પ્રવેશ પહેલા તેના પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટેની નિદાન કસોટી યોજવાનું શિક્ષણ વિભાગ દ્વારા નક્કી થયેલ છે. આ નિદાન કસોટી માત્ર અને માત્ર પ્રવર્તમાન સમયનાં અધ્યયન - અધ્યાપન સ્તર જાણવા માટે છે, જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે. આથી વિદ્યાર્થી કોઇ ભ્રામક ભય રહિત અને નિશ્ચિત રીતે તંદુરસ્ત માનસિકતા સાથે કસોટી આપે તે ઇચ્છનીય છે, નિદાન કસોટી બાદ ઉપરોક્ત સંદર્ભ ઠરાવ અન્વયે સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી યોજવામાં આવશે

H.S.C. standard 12 Genral streamના નિયમિત ઉમેદવારોના Result Marksheet વિતરણ અંગે, | 

અગાઉ તા.૦૧/૦૭/૨૦૨૧ના પરીપત્રથી આપણે ધોરણ-૦૯,૧૦ અને ૧રની નિદાન કસોટી યોજેલ હવે ધોરણ-૧ના નવા સત્રના અભ્યાસક્રમની શરૂઆત પહેલા વિદ્યાર્થીઓના લર્નીંગ લોસ જાણવા માટેની નિદાન કસોટીનું જે આયોજન કરેલ છે તેનું સમયપત્રક નીચે મુજબ છે.

સમયપત્રક અનુસાર નીચેની સૂચનાઓને ધ્યાને લઇ જિલ્લા કક્ષાએ કસોટીનું આયોજન કરવાનું રહેશે *વર્ષ- 2021-2022 માં લેવાનારી ધોરણ-૧૧ની નિદાન કસૌટી અને તમામ એકમ કસોટીના માર્ક્સની એન્ટ્રી શાળા કક્ષાએથી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, ગાંધીનગરના પોર્ટલ પર કરવાની રહેશે. * આથી તમામ શાળાના DISE CODE અને શાળાના તમામ વિદ્યાર્થીઓના ચાઇલ્ડ યુનિક ID નંબર હોવા ફરજીયાત છે. તેમજ દરેક વિદ્યાર્થીની પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ /સામાન્ય પ્રવાહા અન્ય પ્રવાહ) મુજબ એન્ટ્રી કરેલી હોવી જોઇશે. આ વિગત શાળાએ સત્વરે UPDATE કરાવવાની રહેશે,ઉપરોક્ત સમયપત્રકને ચુસ્તરૂપે વળગી રહીને શાળાએ આયોજન કરવાનું રહેશે.

Car Insurance 2021 કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન |

 ધોરણ-૧૧ની નિદાન કસોટીના વિષયો અને અભ્યાસક્રમ બિડાણ-૧ માં દર્શાવેલ છે. જે-તે ધોરણની નિદાન કસોટીનો અભ્યાસક્રમ તેના આગળના ધોરણ (PREVIOUS STANDARD) ના અભ્યાસક્રમમાંથી ઉપયોગી પ્રકરણના મુદ્દાનો સમાવેશ કરેલ છે (દા.ત. ધોરણ-૧૧ ની નિદાન કસોટી માટે ધોરણ-૧૦ ના વિષયો આધારીત પ્રશ્નપત્રો તૈયાર કરેલ છે).

* નિદાન કસોટીની ઉત્તરવહીનું મુલ્યાંકન કાર્ય વિદ્યાર્થી જે ધોરણમાં અભ્યાસ કરે છે તે ધોરણના વિષય શિક્ષકો દ્વારા કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે તે આચાર્યની રહેશે.

ગુજરાતના 85%રાજ્ય ક્વોટા માટે આયુષ કાઉન્સેલિંગનો બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે?

૩૧ ઓગસ્ટ સુધીમાં ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓનું વિષયવાર અને પ્રશ્નવાર પરીણામ તૈયાર કરવાનું રહેશે (દા.ત. ગાયત્રી નામની વિદ્યાર્થીના ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહની વિજ્ઞાન વિષયની નિદાન કસોટીના 1 થી 31 તમામ પ્રશ્નોના ગુણ મુજબ પ્રશ્નવાર પરિણામ તૈયાર કરવું.) પરિણામ પત્રકનો નમૂનો બિડાણ-૨ માં સામેલ છે. જે મુજબ EXCEL Sheet માં પરિણામ તૈયાર કરી શાળાના રેકર્ડ પર દર્શાવવાનું રહેશે. આ પરિણામના આધારે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (CCC) ગાંધીનગર ના પોર્ટલ પર માર્સની એન્ટ્રી કરવાની રહેશે. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર ખાતેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે દરેક વિદ્યાર્થીના વિષયવાર અને પ્રશ્નાવાર માર્કસની એન્ટ્રી SARAL PATA APPLICATION થી કરવાની રહેશે. જેની વિગતવાર સૂચના અલગથી પરિપત્રિત કરવામાં આવશે.

આમ ઉપરોકત સૂચનાઓથી આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોને માહિતગાર કરશો, તેમજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ નિદાન કસોટીના કાર્યક્રમને સમયસર અનુસરવામાં આવે તે અંગે સુચારૂ આયોજન કરશો તેવી વિનંતી.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!