ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે covid-19 સમય દરમિયાન હોમલનીંગની સાથે મૂલ્યાંકન હેતુસર જુલાઈ માસમાં પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી (પ્રથમભાષા) , ગણિત અને અંગ્રેજી વિષયની સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજાઈ ગયેલ.
ઓગસ્ટ -ર૦૨૧માં રાબેતા મુજબ લેવાનાર કસોટી અંગે નીચેની બાબતોને ધ્યાને લઈ આપની કક્ષાએથી આગળની કાર્યવાહી કરવા વિનંતી છે.ઓગસ્ટ માસમાં ધોરણ ૩ થી પ માં પર્યાવરણ અને ગણિત તથા ધોરણ ૬ થી ૮માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની કસોટીઓ યોજવામાં આવનાર છે.
ઉપરોક્ત સામયિક મૂલ્યાંકન કસોટીઓ તા. ૨૦/૦૮/૨૦૨૧ અને તા.૨૧/૦૮/૨૦૨૧ દરમિયાન યોજવામાં આવનાર છે. તા.૧૯/૦૮/૨૦૨૧ સુધીમાં વિદ્યાર્થીઓ સુધી કસોટીઓ હાર્ડકોપી અથવા સોફ્ટકોપીમાં પહોંચતી કરવાની રહેશે.
નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો |
તા.ર૦/૦૮/ર૦ર૧ના રોજ જીસીઈઆરટીની વેબસાઈટ ((www.gcert.gujarat.gov.in)) પર તમામ માધ્યમની કસોટીઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમની કસોટીઓ જે તે વિષયના પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા (index) પરના QR code પરથી પણ મેળવી શકાશે.
સદર કસોટીઓ વાલી અને વિદ્યાર્થીની અનુકૂળતાએ વિદ્યાર્થી વાલીની દેખરેખ હેઠળ ઘરેથી લખે તે અપેક્ષિત છે. કસોટીનો આશય વિદ્યાર્થીની પ્રગતિ જાણવાનો હોઈ વિદ્યાર્થીઓ કસોટી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આપે તે ઈચ્છનીય છે.કસોટીની ઉત્તરવહીઓ તા. ૦૧/૦૯/૨૦૨૧ સુધીમાં વાલી મારફત શાળા સુધી પહોંચાડવામાં આવે તે ઈચ્છનીય છે.કસોટીનો અભ્યાસક્રમ નીચે મુજબછે.
0 ટિપ્પણીઓ