મે મહિનામાં જેમ દિવસો કપાઇ રહ્યાં છે,તેમ - તેમ ગરમીનો પારો વધતો જાય છે. સવારથી બેબાકળા કરતી ગરમી બપોરે લૂ સાથે માઝા મૂકે છે તેમાં પણ સાંજના ૭- ૮ વાગ્યા સુધી વહેતા ગરમ પવનને કારણે ગરમી સહન કરવી અસહ્ય બને છે. વધારે તાપમાન અને આકરા તડકાના કારણે હીટ સ્ટ્રોક થવાની સંભાવનાઓ સૌથી વધારે હોય છે. ઘણીવાર હીટ સ્ટ્રોક જીવલેણ પણ બની શકે છે.
હિટ સ્ટ્રોકની સારવાર અને ફર્સ્ટ એડ
સૌથી પહેલાં અસરગ્રસ્ત વ્યક્તિને ઠંડી જગ્યાએ, પંખા નીચે કે ઝાડ નીચે બેસાડો. તેના શરીરને ભીના કપડાં કે સ્પંજથી પાણીથી લૂછીને શરીરના ઉચ્ચ તાપમાનને નિયંત્રિત કરીને ૧૦૦ ડિગ્રી ફેરનહિટ સુધી આવે તેવા પ્રયત્ન કરો. જો વધારે અસર થઇ હોય તો માથા પર બરફ રાખો, જેથી બોડીનું તાપમાન વધારે ઊંચું ના જાય.
હીટ સ્ટ્રોકને કેવી રીતે ઓળખશો
માથું દુઃખવું, થાક અને નબળાઇ લાગવી અને ચક્કર આવવા નાડીની ગતિ વધવી, શ્વાસ લેવામાં ગભરામણ થવી પરસેવો ના થવો ચામડી લાલ, ગરમ અને શુષ્ક થઇ જવી
હીટ સ્ટ્રોકથી બચવા શું કરશો
ભરતડકામાં બહાર નીકળવાનું ટાળો જો નીકળવું જરૂરી હોય તો ટોપી પહેરી ને કે છત્રી સાથે બહાર નીકળો, તે સાથે શક્ય તેટલી માત્રામાં શરીર ઢંકાય તેવા કપડાં પહેરો. હીટ સ્ટ્રોકથી બચવા માટે તડકામાં નીકળતા પહેલાં વરિયાળી- કાળી દ્રાક્ષનું સરબત, શેરડીનો રસ, કેરીનો બાફલો, નાળિયેર પાણી, લીંબુનું પાણી કે તડબુચ ટેટીનો જ્યુસ પીવાનું રાખો, જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ