ગુજરાત સરકારે આખરે જૈનોને લધુમતિ દરજ્જામાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે જૈનોને લધુમતિ દરજ્જા આપવાના મુસદ્દા ઉપર મંજુરીની મોહર મારતા હવે જૈન સમાજને ગુજરાતમાં લધુમતિ દરજ્જો મળશે અને તેમને લધુમતિમાં આવતા તમામ લાભો મળશે. રિઝર્વેનશ અને જૈનોને લધુમતિ આપવાની વાત અલગ અલગ હોવાથી બન્નેને જોડી ન શકાય સાથેજ કેબીનેટ પ્રધાન વિજય રૂપાણી આરોપ મુક્યો હતો કે ૨૦૧૪માં કેન્દ્રની યુપીએ સરકારે રાજનિતિક કારણોસર આ જૈનોને લધુમતિનો દરજ્જો આપ્યો હતો.દેશના અન્ય રાજ્યોમાં જૈનોને લઘુમતીનો દરજ્જો આપી દેવાયો છે ત્યારે આજે ગુજરાત સરકારે જૈનોના હિતમાં આ નિર્યણ લીધો છે.
લઘુમતિ હોવાનો લાભ
રાષ્ટ્રીય કક્ષાએ જૈન સમાજને લઘુમતિનો દરજ્જો પ્રાપ્ત થતા હવે જૈન સમાજના ધાર્મિક સ્થાનોને કોઇ પણ સરકાર પોતાની હસ્તક કરી કશે નહી તેમજ જૈન સમાજની શિક્ષણ સંસ્થાઓ હશે તેમાં વ્યવસ્થાપન કમિટિમાં સરકાર હસ્તક્ષેપ કરી શકશે નહી. જૈન સમાજના આર્થિક રીતે નબળા પરિવારના બાળકને ઉચ્ચ અભ્યાસ માટે રૂા.20 લાખ સુધીની લોન 3 ટકાના વ્યાજે મળશે. જૈન સમાજને પોતાની ઇચ્છા પ્રમાણે શિક્ષણ સંસ્થા શરૂ કરવાનો અધિકાર રહેશે.
શિક્ષણમાં ફાયદો
હાલમાં કેન્દ્રમાં લઘુમતિ દરજ્જો મળ્યો હોવાના કારણે જૈનો માટે શિક્ષણના હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા ધો.1થી 10 સુધી અને ધો.11થી સ્નાતક કક્ષા સુધી, ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ તથા વિદેશમાં શિક્ષણ માટે રૂા.1 હજારથી લઇ રૂા.1 લાખ સુધીની લોન મળી શકે છે. આ સિવાય જૈન સમાજને વેપાર-ઉદ્યોગ માટે વાર્ષિક 6 ટકાના વ્યાજે રૂા.30 લાખ સુધીની લોન મળી શકશે. અત્યારે દેશમાં અંદાજે 11 જેટલા રાજ્યોમાં જૈનોને લઘુમતિનો દરજ્જો પ્રાપ્ત છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ