ઓગષ્ટથી Gujarat ની તમામ ધોરણોની School ખુલશે.


સમગ્ર ગુજરાતમાં તા.૨૬ને સોમવારથી ધોરણ ૯ થી ૧૧ના ઓફલાઇન વર્ગો શરૂ થયા છે.ત્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આગામી દિવસોમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ કરવાના સંકેત આપ્યા છે. અમદાવાદના એનસીસી હેડક્વાર્ટર ખાતે કારગીલ વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, “કારોનાનું સંકમણ હળવું થતાં ધોરણ ૯થી ૧૧ના વર્ગો શરૂ થયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બીજા વર્ગો પણ શરૂ થશે.બીજા વર્ગો શરૂ કરવા મુઠે કોર કમિટીની બેઠક મળશે. જ્યાર બાદ વધુ વર્ગો કયારે શરૂ કરવા તેનો નિર્ણય લેવામાં આવશે.

Read:28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧  | 

જો કે બાળકૉએ શાળાએ આવવું ફરજીયાત નથી. બીજી તરફ શાળાઓએ ફરજીયાતપણે ઓનલાઇન ક્લાસ ચાલુ રાખવા પડશે તેમ શિક્ષણપ્રધાનેજણાવ્યું."

ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવા શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે. સ્કૂલના વર્ગોની સાફ સફાઈ માટૅ પણ સૂચના આપવામાં આવી છે.ઓગસ્ટ માસની શરૂઆતથી ધોરણ ૬થી ૮ ના વર્ગો શરૂ કરવાની સરકારની વિચારણા છે. ૧૫ ઓગસ્ટ બાદ ધોરણ ૧ થી પ શરૂ કરવા બાબતે પણ સરકાર વિચારણા કરશે. ૫૦ ટકા કેપિસિટી

સાથે વર્ગો શરૂ કરવાની સરકારની તૈયારી છે. જો કે તમને જણાવી દઇએ કે, સ્કૂલમાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત રાખવામાં આવશે. વાલીના સહમતીપત્રક સાથે જ વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવશે. આરોગ્યવિ ભાગના અભિપ્રાય મુજબ કોર કમિટીની બેઠકમાં ચર્યા થશે. આ અંગે આગામી સમયમાં રાજ્ય સરકાર વિધિવત રીતે જાહેરાત કરશે.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!