Secondary granted school બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી વર્ષ-૨૦૨૧ અન્વયે શાળા ફાળવણી થયેલ ઉમેદવારોને ભલામણપત્ર અને નિમણૂંક હુકમ આપવાની કાર્યવાહી કરવા બાબત.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના જાહેરનામાં ક્રમાંક:જીએચ/એસએચ/ર/બીએમએસ-૧૧૦૯-૧૯૦૬-જી તા.૧૧/૦૨/૨૦૧૧ અને તેમાં થયેલ વખતોવખતના થયેલા સુધારા અન્વયે તા.૧૪/૦૧/૨૦૨૧ની જાહેરાતથી હાથ ધરેલ સહાયકોની ભરતી અન્વયે ઉમેદવારોને ઓનલાઈન શાળા ફાળવણી કરવામાં આવેલ છે.

ઓનલાઈન શાળા ફાળવણીપત્રો ઉમેદવારો તા.૨૭/૭/૨૦૨૧ થી તા.૦૬/૦૮/૨૦૨૧ સુધી ડાઉનલોડ કરી જિલ્લા મથકે ભલામણપત્ર અને નિમણૂંક હુકમ મેળવવા તા.૦૬/૦૮/૨૦૨૧ના રોજ ઉપસ્થિત રહેશે. જે અન્વયે નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ ઉમેદવારોને ભલામણપત્ર અને નિમણૂંક હુકમ આપવા અંગે યોગ્ય કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે.


 જરૂરી સૂચનાઓ:-

1.જે તે જિલ્લામાં સદર ભરતી પ્રક્રિયા અન્વયે ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સ્થળ (આપના દ્વારા રજુ કરેલ અદ્યતન સુધારા મુજબનું) તે જ સ્થળ ભલામણપત્ર આપવા અંગે રાખવાનું રહેશે.(દરેક ઉમેદવારના ઓનલાઈન શાળા ફાળવણીપત્રમાં જે તે જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશનના સ્થળનો ઉલ્લેખ થયેલ છે.

2.આપના જિલ્લાને ફાળવેલ ઉમેદવારોની વિગત આપને સદર ભરતી પ્રક્રિયા અન્વયે અગાઉ આપેલ Deo Login માં login થતાં મળશે. જે તે ઉમેદવારનો ટાટ નંબર નાખતા ઉમેદવારની શાળા ફાળવણીની વિગતો આપને ઉપલબ્ધ થશે અને જે તે ઉમેદવારની હાજર/ગેરહાજરની વિગતો Absent/Present નો option સિલેક્ટ કરી
ઓનલાઈન દર્શાવવાની રહેશે. હાજર ઉમેદવારોના પત્ર અને નિમણૂંક હુકમની જરૂરીયાત મુજબની print આપે online મેળવવાની રહેશે અને ભલામણપત્રમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના સહી સિક્કા કરી, જાવક નાખી તેની ૧ નકલ સંબંધિત શાળા સંચાલક મંડળને તથા ૧ નકલ ઉમેદવારને રૂબરૂમાં આપવાની રહેશે.સંચાલક મંડળને જિલ્લા શિક્ષણાધિકારીના સહી સિક્કા કરી, જાવક નાખી ભલામણપત્ર તથા નિયત નમૂનાનો નિમણૂંક હુકમ સહી અર્થે મોડામાં મોડો તા.૨૯/૦૭/ર૦૨૧ના રોજ આ! 'હેશે અને સંબંધિત શાળા સંચાલક મંડળ પાસેથી નિયત નમૂનાના નિમણૂંક હુકમમાં સહી મેળવી તા.૦૪/૦૮/૨૦૨૧ના રોજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પરત મેળવવાનો રહેશે. ભલામણપત્ર લેવા કે નિમણૂંક હુકમ પરત આપવા કોઈપણ સંજોગોમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ કે મંત્રીને રૂબરૂ બોલાવવાના થતા નથી.

3.ઉમેદવારને નિમણૂંકવાળા સ્થળે તા.૦૬/૦૮/૨૦૨૧થી દિન-૭ માં હાજર કરવા અંગે સંબંધિત શાળા સંચાલક મંડળને સૂચના આપવાની રહેશે.

4.ઉમેદવારે ભારતીય નાગરિક હોવા અંગેનું તથા પોતાની વિરૂદ્ધ કોઈ ફોજદારી ગુનો ન હોવા અંગેનું નિયત નમૂનાનું સોગંદનામું તેમજ પોતાની સારી ચાલચલગત હોવા અંગેનું રાજ્યપત્રિત અધિકારીનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર નિમણૂંકવાળી કચેરીમાં હાજર થતી વખતે રજૂ કરવાના રહેશે.

5.જિલ્લા મથકે ઉમેદવાર પોતાના શાળા ફાળવણીપત્રની નકલ , તમામ અસલ પ્રમાણપત્રો/ગુણ પત્રકો/દસ્તાવેજો તથા તેની સ્વપ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત રહેશે.

6.કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતાં જો ઉમેદવાર પોતાના શાળા ફાળવણીપત્રની હાર્ડ કોપી મેળવી શકેલ ન હોય અને ઉમેદવાર શાળા ફાળવણીપત્ર પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી જિલ્લા કક્ષાએ સોફ્ટ કોપીમાં રજૂ કરે તો તેને સ્વીકૃત ગણવાનો રહેશે.

7.ઉમેદવારને હાજર કરતાં પૂર્વે શાળા મંડળે ઉમેદવારોના અસલ ગુણપત્રકો/પ્રમાણપત્રકો/દસ્તાવેજો તથા તેની સ્વપ્રમાણિત નકલ ખરાઇ અર્થે ૬ મહિના માટે જમા લેવાના રહેશે.

8.રાજ્ય બહારની યુનિવર્સીટીમાંથી લાયકાત મેળવેલ ઉમેદવારોના કિસ્સામાં જિલ્લા કચેરી દ્વારા જે તે યુનિવર્સીટીમાંથી ગુણપત્રકો/પ્રમાણપત્રો તેમજ અન્ય જરૂરી આધારોની ખરાઈ બાદ જ ઉમેદવારને નિમણૂંક હુકમ આપવાનો રહેશે.

9.જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કક્ષાએથી પ્રમાણપત્રોની ખરાઈ એક માસમાં પૂર્ણ કરાવી લેવામાં આવે તે અપેક્ષિત રહેશે.

10.શિ.વિ.ના તા.22/03/2017 ના ઠરાવ ક્રમાંક પી.આ.ઇ./1/2017/સિંગલ ફાઇલ-6-ક ની જોગવાઇ અન્વયે ઉમેદવારે ફરજિયાતપણે 300/-રૂ.ના સ્ટેમ્પ પેપર પર નિયત નમૂનામાં જામીનખત નિમણૂંક વાળા સ્થળે તે સમયે રજૂ કરવાનો રહેશે.જે ઉમેદવારને બંધનકર્તા રહેશે. (જામીનખત નો નમૂનો વેબસાઇટ પર ઉપલબ્ધ છે.)

11.જો ઉમેદવાર covid-19 પોઝીટીવ હોય/ક્વોરન્ટાઈન/કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો ઉમેદવારે સૂચવેલ સમયે અને સ્થળે તમામ આનુસંગીક આધારો સહ નિમણૂંક હુકમ મેળવવા માટે અન્ય કોઈ વ્યક્તિને પોતાનો ઓથોરીટી લેટર આપી હાજર રાખેલ હોય તો ઓથોરાઈઝ વ્યક્તિને ઉમેદવારનો નિમણૂંક હુકમ આપવાનો રહેશે.તદ્દનુસાર શાળામાં હાજર થવાની તારીખમાં પણ છૂટછાટ આપવા જિલ્લા કક્ષાએથી જરૂરી પ્રક્રિયા કરવાની રહેશે.

12.ભલામણપત્ર અને નિમણૂંક હુકમ આપવાના સ્થળ પર covid-19 અંતર્ગત સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

13.ભલામણપત્ર અને નિમણૂંક હુકમ આપેલ ઉમેદવારો શાળામાં હાજર થાય એટલે સંબંધિત શાળાના રોસ્ટર રજીસ્ટરમાંતેની બિનચૂક નોંધ કરવાની રહેશે.

14.અત્રેથી Deo login માં આપેલા ઉમેદવારોની યાદી સિવાયના કોઈપણ ઉમેદવારને ભલામણપત્ર અને નિમણૂંકહુકમ અપાય નહીં તેની ખાસ તકેદારી રાખવી. જો આવો કોઈ કિસ્સો ધ્યાને આવશે તો આ અંગે સંબંધિત જિલ્લાશિક્ષણાધિકારીશ્રીની અંગત જવાબદારી નક્કી કરવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.




WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!