નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો


કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુલાઈ માસમાં કર્મચારીઓને વાર્ષિક ૩% ઈજાફાનો લાભ આપવામાં આવતો હોઈ છે.સાતમાં પગાર પંચ  મુજબ કર્મચારીના  જુન માસના  બેજીક ઉપર ૩% ઈજાફો ગણીને નજીકના સ્ટેજમાં કર્મચારીનો નવો બેજીક જુલાઈ માસમાં ફિક્સ થાય છે.

આમ બેજીકમાં વધારો થવાથી કર્મચારીઓને મલતા ઘરભાડા અને મોંઘવારીમાં પણ વધારો થતો હોય  છે.હાલમાં કર્મચારીઓને ૧૭% મોંઘવારી મૂળ બેજીક પર મળતી હોઈ છે,સ્વાભાવિક છે  કે બેજીકમાં વધારો થાય તો મોંઘવારીમાં પણ વધારો થાય.તેવી જ રીતે કર્મચારીઓને હાલમાં છઠા પગાર પંચના જુના બેજીક પર ૧૦% ઘરભાડું મલી રહ્યું છે, જુલાઈ માસમાં ઈજાફો છૂટવાથી જે બેજીકમાં વધારો થાય તેના આધારે ઘરભાડામાં પણ વધારો થતો હોઈ છે.

અહી નીચે એક ઓટોમેટીક પગાર ગણતરી કેલ્કયુલેટર આપવામાં આવેલ છે જેમાં કર્મચારી પોતાને જુલાઈ માસમાં મલનારા નવા બેજીક અને તેના પર મળનાર મોંઘવારી અને ઘરભાડાની ગણતરી કરીને પોતાને કુલ કેટલો પગાર મળશે તે જાણી શકે છે.

Read: 28% મોંઘવારી તફાવત ઓનલાઈન ગણતરી કેલ્ક્યુલેટર જુલાઈ ૨૦૨૧

કેલ્કયુલેટરમાં ગણતરી કેવી રીતે કરવી તે જાણો 

નીચે આપેલા કેલ્કયુલેટરના પ્રથમ ખાનામાં એટલ કે "જુનો બેજીક જુન ૨૦૨૨" ના સામેના ખાનામાં કર્મચારીએ પોતે જુન માસમાં મેળવતા બેજીકને  એન્ટર કરવાનો રહેશે.બીજા ખાનામાં એટલેકે "જુનું ઘરભાડું જુન ૨૦૨૨ " ના સામેના ખાનામાં જુન માસમાં મેળવતા ઘરભાડું એન્ટર કરવાનું રહેશે.ત્યારબાદ આપેલા કેલ્કયુલેટ બટન પર ક્લિક કરવાથી કર્મચારી નો જુલાઈ માસનો સંપૂર્ણ નવો પગાર ગણાય જશે.

જેમાં પ્રથમ ખાનામાં કર્મચારીનો જુલાઈ માસમાં મળનાર નવો બેજીક આવશે,બીજા ખાનામાં કર્મચારીને મળનાર મોંઘવારી,ત્રીજા ખાનામાં નવું ઘરભાડું ,ચોથા ખાનામાં કર્મચારીઓને મળતું ફિક્સ ૩૦૦ રૂપિયા મેડીકલ અને પાંચમાં ખાનામાં કુલ પગાર ની ઓટોમેટીક ગણતરી થઈ જાય છે.

જો આપને અમારી આ પોસ્ટ ગમી હોઈ તો કોમેન્ટ બોક્સમાં  જરૂર આપની કોમેન્ટ લખશો અને આવી અનેક  ઉપયોગી પોસ્ટ થી માહિતગાર રહેવા માટે અમારી વેબસાઈટ  પર નીચે આપેલ ફોલોઅર બટન પર જરૂર ક્લિક કરીને ફોલો કરશો.

SALARY
જુનો બેજીક જુન ૨૦૨૨ 
 
જુનું HRA જુન ૨૦૨૨ 
 
 
બેઝીક જુલાઈ ૨૦૨૨ 
મોંઘવારી 
ઘરભાડું 
મેડીકલ 
કુલ પગાર 
WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!