ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરતી રહી છે. નંબર 1 ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો (Reliance Jio) છેલ્લા કેટલાક દિવસમાં ઘણા નવા પ્લાન લઈને આવી ચે. આ સિવાય જીયો એવા પ્લાન લઈને આવી છે જેમાં ડેટા લિમિટની કોઈ ઝંઝટ નથી. અમે ડેટા લિમિટ વગર આવનારા 597 રૂપિયા અને 599 રૂપિયાવાળા પ્લાનની તુલના કરી છે. અમે તમને જણાવીએ કે તમે માત્ર 2 રૂપિયા વધુ ખર્ચીને ડબલ ડેટા મેળવી શકો છો.
જીયોનો 597 રૂપિયાનો પ્લાન, 75GB ડેટા
રિલાયન્સ જીયોના 597 રૂપિયાવાળા પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જીયોના આ પ્લાનમાં યૂઝર્સને 75GB ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા ડેલી લિમિટ વગર આવે છે. એટલે કે તમે એક દિવસમાં 75GB ડેટા પણ વાપરી શકો છો. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મોકલવાની સુવિધા મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન, 168GB ડેટા
રિલાયન્સ જીયોના 599 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. એટલે કે જીયોના આ પ્લાનમાં યૂઝર્સને ટોટલ 168GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગનો ફાયદો મળે છે. દરરોજ 100 ફ્રી એસએમએસ મળે છે. જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પ્લાનમાં આપવામાં આવે છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ