સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) દ્વારા એપ્રેન્ટિસની પોસ્ટ (SBI Apprentice Recruitment 2021) માટે બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. (SBI Recruitment 2021) બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા હેઠળ કુલ 6,100 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે (SBI 6100 vacancy 2021). આ સ્થિતિમાં આ પોસ્ટ માટે અરજી કરવા માંગતા ઉમેદવારો SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in ની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India)માં એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે જાહેર કરવામાં આવેલી આ ખાલી જગ્યામાં અરજીની પ્રક્રિયા કાલથી એટલે કે 6 જુલાઈ 2021થી શરૂ થઈ ગઈ છે. સ્ટેટ બેંકમાં નોકરી મેળવવાની આ (SBI Recruitment 2021) એક સુવર્ણ તક છે. આ સ્થિતિમાં, જે ઉમેદવારો આ પોસ્ટ્ માટે અરજી કરવા માંગતા હોય તેઓએ સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ઑનલાઈન અરજી કરવી જોઈએ. સાથે તમને જણાવી દઈએ કે આ પોસ્ટ્ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2021 છે.
અરજી ફી:જાહેર કરેલી સૂચના મુજબ આ વર્ગ માટે જનરલ કેટેગરી, ઓબીસી અને આર્થિક નબળા એટલે કે EWS કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી (Application Fees for SBI) તરીકે 300 રૂપિયા જમા કરાવવાના રહેશે. ત્યારે એસસી એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારોને નિ:શુલ્ક અરજી કરવાની તક મળી છે. અરજી ફી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ચુકવી શકાય છે. આ (SBI Recruitment 2021) પોસ્ટ માટે અરજી કરવા સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ- sbi.co.in ની મુલાકાત લો.
કોણ અરજી કરી શકે છે?:આ ખાલી જગ્યા (SBI Apprentice Recruitment 2021) માટે અરજી કરતા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. SBIમાં એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી માટે જાહેર કરાયેલી આ ખાલી જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોવી જોઈએ. ત્યારે અનામતના હેઠળ આવતા ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે.
0 ટિપ્પણીઓ