7th pay commission માં કેંદ્રીય કર્મચારીઓને સરકારે DA સાથે કરી આ 6 મોટી જાહેરાત


7th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ (Central Government Employee's) અને કેંદ્ર સરકારના પેંશનર્સ (Pensioners) ને રાહત આપવા માટે કેંદ્ર સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેનાથી દેશના લગભગ 52 લાખ કેંદ્રીય કર્મચારીઓ અને લગભગ 60 લાખ કેંદ્ર સરકારના પેંશનધારકોને ફાયદો થશે. આ જાહેરાતમાં સૌથી મોટી રાહ મોંઘવારી ભથ્થું એટલે કે (DA), મોંઘવારી રાહત એટલે ડીઆર (DR) ની હતી. આવો જાણીએ આ કઇ મોટી જાહેરાતો છે.  

1.ડીએ અને ડીઆર

લાંબા સમયથી રાહ જોયા બાદ લાખો કેંદ્રીય કર્મચારીઓ અને પેંશનર્સ માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) ની પુનસ્થાપનાને સરકારની મંજૂરી મળી ગઇ છે. પરંતુ આ લાભ માટે કેંદ્રીય કર્મચારીઓ અને પેંશનર્સ ને બે મહિનાની રાહ જોવી પડશે. એક વાત તો નક્કી છે કે કેંદ્ર્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરના પગારમાં મોટો વધારો થશે. 

2. યાત્રા ભથ્થું (TA)

કેંદ્ર સરકારે પોતાના નિવૃત કર્મચારીઓ માટે પણ ઘણી જાહેરાતો કરી છે. નિવૃત થયેલા કર્મચારીઓને હવે 180 દિવસ સુધી પોતાના ટીએ (TA) નું વિવરણ આપવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં આ સીમા 60 દિવસની હતી. આ નવો નિયમ 15 જૂનથી લાગૂ થયો છે.

3. હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA)

કેંદ્ર સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ એટલે કે એચબીએ (HBA) ને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જુલાઇ 2020માં કેંદ્ર સરકારે એચબીએના વ્યાજદરને 7.9 ટકા કરી દીધો હતો. આ દર 31 માર્ચ 2020 સુધી લાગૂ રહેશે. જોતમે પણ પોતાનું ઘર બનાવવા માંગો છો તો કેંદ્ર સરકારના કર્મચારી 31 માર્ચ 2022 સુધી હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) લઇ શકે છે. 

4. ઇમેલ, વોટ્સએપ અને એસએમએસ પર મળશે પેંશન સ્લિપ

કેંદ્ર સરકારના પેંશનધારક કર્મચારીઓને હવે પેંશન સ્લિપ માટે બેંકોના ચક્કર લગાવવા નહી પડે. કેંદ્ર સરકારે પેંશન ઇશ્યૂ કરનાર બેંકોને નિર્દેશ આપ્યો છે કે તે પેંશનરોની પેંશન સ્લિપ તેમના ઇમેલ, વોટ્સએપ અને એસએમએસ દ્વારા મોકલી શકે છે. તમને જણાવી દઇએ કે આ નિયમ 1 જુલાઇથી લાગૂ થઇ શકે છે.

5. પેંશનને લઇને રાહત

સરકારે પારિવારિક પેંશનના નવા નિયમો અનુસાર હવે મૃત્યું પ્રમાણ પત્ર મળતાં જ પેંશનની સુવિધા શરૂ થઇ જશે. પછી ઔપચારિકતા પછી પણ પુરી કરી શકાશે. આ પ્રકારે પરિવારને આર્થિક રીતે મદદ મળશે. 

6. CEA ક્લેમમાં ઢીલ

કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT) એ કેંદ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત આપી છે. તેના હેઠળ બાળ શિક્ષણ ભથ્થું (CEA Claim Rule) ક્લેમ કરવાના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. સીઇએ ક્લેમ માટે સંબંધિત કર્મચારીઓને સ્વ પ્રમાણપત્ર તથા નિર્ધારિત રીતો ઉપરાંત પરિણામ/રિપોર્ટ કાર્ડ/શુલ્ક ચૂકવણીને ઇમેલ/એસએમએસની પ્રિંટઆઉટ દ્વારા પણ કરી શકાશે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!