વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર થી અમદાવાદ સહિત રાજ્ય નાં મોટા ભાગનાં શહેરો માં જોવા મળી રહી છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપ્રાથમિક શિક્ષિણ સમિતિ ની શાળાઓના સમય માં ઘટાડો થયો છે. અમદાવાદમાં ઠંડીને લઈને સ્કૂલો 35 મિનિટ મોડી શરૂ કરાશે.
સવારની પાળી સવારે 7.55 વાગ્યે શરુ થશે
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓનો 28 ફેબ્રુઆરી સુધી નો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમય પ્રમાણે સવાર ની પાળી સવારે 7.55 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરની પાળી ની સ્કૂલો બપોરે 12.35 વાગ્યે શરૂ થશે. બંને પાળી 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. ઠંડીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારતમાં અને વિદેશમાં iPhone 15 series કિંમત શું હશે, જાણો તમામ વિગતો
મહત્તમ-લઘુતમ તાપમાન માં 10 ડિગ્રીનું અંતર
હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદ માં ધૂપ-છાંયોનું વાતાવરણ રહેવાની સાથે ઠંડી નો પારો 19 થી 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં ડબલ ઋતુ નો અનુભવ થવાની શક્યતા છે. આગામી 24 કલાક અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારો માં વાદળીયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવે પાવર કટને કારણે અંધકાર નહીં રહે, બસ આ પ્રોડક્ટ ફ્લિપકાર્ટ પરથી રૂ. 500 માં ઓર્ડર કરો
માવઠા ની આગાહી
ઠંડીના માહોલ વચ્ચે અનેક જિલ્લા માં માવઠા ની આગાહી પણ કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોર માં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. આજે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લા માં હળવો વરસાદ વરસી શકે છે.
0 ટિપ્પણીઓ