365 દિવસની વેલિડિટીના આ છે જીઓ,એરટેલ,વોડાફોન આઈડિયા અને બી.એસ.એન.એલ ના સૌથી સસ્તા પ્લાન

દર માસે રિચાર્જ કરાવવું ખુબ ઝંઝટભર્યું કામ લાગે છે. તેવામાં ટેલિકોમ કંપની ઓ વાર્ષિક પ્લાન્સ ઉપલબ્ધ કરાવે છે, જે તમને 365 દિવસ ની વેલિડિટી આપે છે. જો તમે પણ જીઓ,એરટેલ,વોડાફોન આઈડિયા અને બી.એસ.એન.એલ  ના વાર્ષિક પ્લાન શોધી રહ્યાં છો તો અમે અહીં તમને આ કંપનીઓ ના સૌથી સસ્તા વાર્ષિક પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ.

એરટેલ નો 1799 રૂપિયાનો પ્લાન

આ કંપની નો સૌથી સસ્તો વાર્ષિક પ્લાન છે. તેમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. સાથે 24 જીબી ડેટા આપવામાં આવે છે. આ સાથે કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવામાં આવી રહી છે. આ સાથે કંપની  3600 એસ.એમ.એસ.ની સુવિધા પણ આપી રહી છે.આ સાથે પ્લાનમાં અન્ય બેનિફિટ્સ મળી રહ્યાં છે જેમાં અપોલો, ફાસ્ટેગ, ફ્રી હેલોટ્યૂન અને વિંક મ્યૂઝિક સામેલ છે. 

Recharge


વોડાફોન આઈડિયા નો 1799 રૂપિયાનો પ્લાન

આ પ્લાનમાં યૂઝર્સને એરટેલ ના પ્લાનની જેમ બેનિફિટ્સ મળશે. તેમાં યૂઝર્સ ને 24 જીબી ડેટા આપવામાં આવશે. સાથે અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ કંપની પ્લાન માં 3600 એસ.એમ.એસની સુવિધા આપી રહી છે. આ સિવાય વી.આઇ. મુવીસ અને ટી.વી.બેઝિક નું એક્સેસ આપવામાં આવે છે. 

શિયાળાના કારણે શાળાઓનાં સમયમાં ફેરફાર, જાણો સમય પત્રક
 

જીઓ નો 2545 રૂપિયાનો પ્લાન

આ પ્લાન માં દરરોજ 1.5 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. તેની વેલિડિટી 336 દિવસ ની છે. આ વેલિડિટી દરમિયાન યૂઝર્સ ને 504 જીબી ડેટા આપવામાં આવશે. આ સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા અને દરરોજ 100 SMS આપવામાં આવી રહ્યાં છે. આ સાથે જિયો એપ્સનું સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

ભારતમાં અને વિદેશમાં iPhone 15 series કિંમત શું હશે, જાણો તમામ વિગતો 

બી.એસ.એન.એલ. નો 1797 રૂપિયાનો પ્લાન

 આ પ્લાન ની વેલિડિટી 365 દિવસની છે. કિંમત પ્રમાણે તેની વેલિડિટી યોગ્ય છે. તેમાં તમને દરરોજ 2 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે કંપની દરરોજ 100 એસ.એમ.એસ પણ આપી રહી છે. આ પ્લાન માં યૂઝર્સ ને અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવામાં આવી રહી છે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!