હાઇવે પર ડ્રાઇવિંગ નિયમમાં શું આવી રહ્યા છે મોટા ફેરફાર,જાણો સંપૂર્ણ વિગત

કેન્દ્રીય મંત્રી ગડકરી એ તાજેતરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે સરકાર હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ઓન ડિસિપ્લિન માટે એક નવા કાયદા પર કામ કરી રહી છે. તેને ભારત માં ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવી શકે છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય વધુ કડક સુરક્ષા અને ઉત્સર્જન ધોરણો પર ભાર આપવાની સાથે-સાથે દેશ માં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ભારતીય ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી અને મોબિલિટી ને વર્લ્ડ ક્લાસ બનાવવા બદલાવ લાવવાના પ્રયાસમાં સૌથી આગળ રહ્યા છે.

જાણો ગડકરીએ શું કર્યું એલાન

કેન્દ્રીય મંત્રી ગડકરી એ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, સરકાર હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ઓન ડિસિપ્લિન માટે એક નવા કાયદા પર કામ કરી રહી છે. તેને ટૂંક જ સમય માં જ ભારતમાં લાગુ કરવામાં આવી શકે છે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, "વિશ્વભરમાં ટ્રક અને બસો માત્ર એક લેન પર ચાલે છે, પરંતુ ભારત માં આવું નથી. અહીં તેની મોટાભાગે અવગણવામાં આવે છે. મેં મારી ટીમને એક એવી નીતિ પર કામ કરવા કહ્યું છે, જેના થી તે અનિવાર્ય થાય કે આ કોમર્શિયલ વાહનો માત્ર એક જ લેનમાં ચાલે.''

Nitin Gadkari

' શું સરકાર વધારી શકે છે સ્પીડ લિમિટ'

ગડકરીએ કહ્યું હતું કે, જ્યારે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાહનોમાં સુધારો થયો છે, ત્યારે કેટલીક જગ્યા એ હાલની સ્પીડ લિમિટ પણ તુલનાત્મક રીતે ઘણી ઓછી છે. વાહનચાલકો વર્તમાન સ્પીડ લિમિટ ની સાથે મહત્વાકાંક્ષી દિલ્હી-જયપુર હાઇવેની વચ્ચે 2 કલાકથી ઓછા સમયમાં કેવી રીતે મુસાફરી કરી શકશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર સ્પીડલિમિટ વધારવા પર વિચાર કરી રહી છે.

આ હાઈવે પર વધશે સ્પીડ લિમિટ

કેન્દ્રીયમંત્રીએ કહ્યું હતું કે, “એવા હાઈવે પર કે જ્યાં વચ્ચે કોઈ આંતરછેદ નથી અને વાહનો એક જ દિશામાં આગળ વધી રહ્યા છે, અમે વાહનો ની મહત્તમ સ્પીડ 140 કિમી પ્રતિ કલાક સુધી વધારી શકીએ છીએ. મેં આવા રાજ્યો ના સંબંધિત મંત્રીઓની સાથે એક્સપ્રેસ હાઈવે વિશે ચર્ચા કરી છે. હાં, કેટલીક લેન એવી હશે, જ્યાં સ્પીડ લિમિટ 120 કિમી/કલાક હશે. શહેરોમાં આ 60-80 કિમી પ્રતિ કલાક ની વચ્ચે હોઈ શકે છે. અમે નવા સારા રસ્તા બનાવ્યા છે અને સ્પીડલિમિટ જૂની જ છે.''

દેશમાં ફ્લેક્સ ફ્યુઅલ અને ઈ-વાહનોનેને પ્રોત્સાહન આપવાની છે જરૂર

આ પહેલા કેન્દ્રીય મંત્રી એ કહ્યું હતું કે, દેશમાં આંતરરાષ્ટ્રીય બજાર માં ક્રૂડ ઓઈલના ભાવ માં થતાં વધ-ઘટ નો સામનો કરવા માટે ફ્લેક્સ ફ્યુલ અને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. આવા વાહનોમાં ઈધણ તરીકે પેટ્રોલ અને ઇથેનોલ અથવા મિથેનોલના મિશ્રણ નો ઉપયોગ કરવામાં આવે છે.

Read Also: ઉચ્ચતર પગાર ધોરણ બાબત અમદાવાદ ડીઈઓ દ્વારા શું કરવામાં આવ્યો પરિપત્ર,જાણો સંપૂર્ણ માહિતી

Read Also: શું તમે આધારકાર્ડમાં સરનામું અને જન્મ તારીખ બદલવા માંગો છો, આ રહી સરળ રીત 


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!