અમદાવાદ ડીઈઓ કચેરી દ્વારા કરવામાં આવેલ પરિપત્ર અનુસાર તા. ૦૨/૦૭/૧૯૯૯ના ઠરાવ પછી નિમણુંક પામેલ શિક્ષણ સહાયક, વહિવટી સહાયક અને સાથી સહાયકોને અગાઉની પાંચ વર્ષની ફિકસ પગારની સેવાઓ બઢતી પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃતિ વિષયક લાભો માટે સંદર્ભ દર્શિત પત્રની માન્ય કરતા તા.૦૨/૦૭/૧૯૯૯ પછી નિમણુંક પામેલ કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો તેમજ અગાઉ મંજુર થયેલ ઉચ્ચતર પગાર ધોરણ રિવાઈઝ કરવા સારૂ નીચે મુજબ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તો તમામ શાળાઓએ તે મુજબ દરખાસ્તો તૈયાર કરી અત્રેની કચેરીની પે–ફીકસેશન શાખામાં સમયમર્યાદા માં રજૂ કરવા આથી જણાવવામાં આવે છે.
1.તા. ૦૨/૭/૧૯૯૯ થી ૩૧/૧૨/૨૦૦૩ સુધી નિમણૂંક પામેલ કર્મચારીઓની ઉ.પ.ધો.દરખાસ્ત તા. ૧૦ થી ૨૦ ડિસેમ્બર-૨૦૨૨ સમય : ૧૧ થી ૨.૦૦
2.તા. ૦૧/૧/૨૦૦૪ થી ૩૧/૧૨/૨૦૦૮ સુધી નિમણુંક પામેલ કર્મચારીઓની ઉ.પ.ધો.દરખાસ્ત તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી–૨૦૨૩ સમય : ૧૧ થી ૨.૦૦
3.તા. ૦૧/૧/૨૦૦૯ થી ૩૧/૧૨/૨૦૧૩ સુધી નિમણુંક પામેલ કર્મચારીઓ ઉ.પ.ધો. દરખાસ્ત ઈનવર્ડ કરાવવાની તારીખ તા. ૧૦ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૩ સમય : ૧૧ થી ૨.૦૦
4.ધ્વિતીય ઉ.પ.ધો. મળવાપાત્ર તમામ કર્મચારીઓ માટે તા. ૧૦થી ૨૦ માર્ચ-૨૦૨૩ સમય : ૧૧ થી ૨.૦૦.
ઉચતર પગાર ધોરણ બાબત શું સૂચનો ધ્યાનમાં લેશો.
(૧) આવી ફિકસ પગારની નોકરીનો સમય ગાળો બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ અને નિવૃતિ સમયે મળવાપાત્ર નિવૃતિ વિષયક લાભોની ગણતરી માટેજ ધ્યાને લેવામાં આવશે.
(૨) આ ફિકસ પગારની સેવા ધ્યાને લેવાને કારણે પગાર બાંધણી નકકી થતાં પગારનો તા.૩૧/૩/૨૦૧૯ સુધીના સંપૂર્ણ સમયગાળા સુધીનો કોઈપણ તફાવત (એરીયસ) રોકડમાં કે અન્ય કોઈપણ રીતે ચુકવવાપાત્ર થશે નહીં અર્થાત તા. ૩૧/૩/૧૯ સુધીના સમયગાળા માટે આ ગણતરી આ ગણતરી માત્ર નોશનલ કરવાની રહેશે તેમજ તા. ૩૧/૩/૧૯ સુધીના સમયગાળાનું કોઈ એરીયસ
(૩)આ ફિકસ પગારની સેવાના સમયગાળા માટે કોઈપણ પ્રકારના ઈજાફા ગણતરીમાં નોશનલ હેતુ મળવાપાત્ર થશે નહીં.માટે પણ ધ્યાન લેવાના રહેશે નહિ.
(૪) જે કર્મચારીઓને હાલની તારીખે જુની પેન્શન યોજના લાગુ પડે છે તેઓને જુની પેન્શન યોજના લાગુ પડશે. જે કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં જોડાયેલ છે.તેઓને નવી પેન્શન યોજના જ લાગુ પડશે અર્થાત ફિકસ પગારની નોકરીનો સમયગાળો ધ્યાને લેવાના કારણે તેઓને હાલમાં લાગુ પડેલ પેન્શન યોજનામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
(૫) બઢતી સમિતિના ઠરાવમાં બીટ નિરીક્ષકની સહી કરાવ્યા બાદ જ દરખાસ્ત ત્રણ નકલમાં રજૂ કરવાની રહેશે. (૬) ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તમાં કાર્યાલય આદેશ તથા બઢતી સમિતિના ઠરાવમાં યોગ્ય શાળાઓ જાવક નંબર,મંડળના ઠરાવની તારીખ અને ઠરાવ નંબર અચુક દર્શાવવાના રહેશે. (૭)તા.૩૧/૧૨/૨૦૦૫ સુધીમાં ઉચ્ચતર પગાર ધોરણ/રિવાઈઝડ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થનારા કર્મચારીઓના સાતમાં પગાર પંચનું સ્ટીકર નવું મેળવવાનું થતું હોવાથી ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થયે સેવાપોથી ના જરૂરી પાનાઓ સ્કેન કરી સીડી રજૂ કરવાની રહેશે.
(૮) દરખાસ્ત સાથે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ઘ્વારા આપવામાં આવેલ સળંગ નોકરી નું પ્રમાણપત્ર સામેલ રાખવાનું રહેશે.
Read Also: શું તમે આધારકાર્ડમાં સરનામું અને જન્મ તારીખ બદલવા માંગો છો, આ રહી સરળ રીત
Read Also: વોટ્સએપ કૉલ્સ રેકોર્ડ કરવું શું હવે સરળ છે, જાણો સંપૂર્ણ માહિતી
0 ટિપ્પણીઓ