250 થી 350 રૂપિયા લેંઈટ ફી સાથે ધોરણ 10 નાં પરીક્ષા ફોર્મ ભરાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ,વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધો-૧૦ માર્ચ-૨૦૨૩ ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતિમ તારીખ:-૧૩/૧૨/૨૦૨૨ સુધી હતી. જે રેગ્યુલર ફી સાથે આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ ૧૮/૧૨/૨૦૨૨ સુધી લંબાવવામાં આવે છે. ત્યારબાદ તારીખ:-૧૯/૧૨/૨૦૨૨ થી તા.૦૭/૦૧/૨૦૨૩ ત્રણ તબક્કાઓ સુધી લેઇટ ફી સાથે આવેદનપત્રો ભરી શકાશે. લેઇટ ફી ના તબક્કાઓ અને ફી નીચે પ્રમાણે છે.

  • પ્રથમ તબક્કો- તારીખ:-૧૯/૧૨/૨૦૨૨ થી ૨૩/૧૨/૨૦૨૨ સુધી લેઇટ- રૂ.૨૫૦/- 
  • દ્વીતીય તબક્કો –તારીખ:-૨૪/૧૨/૨૦૨૨ થી ૦૨/૦૧/૨૦૨૩ સુધી લેઇટ- રૂ.૩૦૦/- 
  • તૃતીય તબક્કો –તારીખ:-૦૩/૦૧/૨૦૨૩ થી ૦૭/૦૧/૨૦૨૩ સુધી લેઇટ- રૂ.૩૫૦/-

250

અંતિમ તારીખ: ૦૭/૦૧/૨૦૨૩ સુધી કોઇપણ સમયે ધોરણ-૧૦ના કોઇપણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે કોઇ અલગથી ફી લાગશે નહીં. જો સુધારા હોય તો સમયમર્યાદામાં કરી લેવા વિનંતી.

વિદ્યાર્થીનું Principal Approval બાકી હોય તો તે પણ તારીખ:-૦૭/૦૧/૨૦૨૩ (રાત્રીના ૧૨ કલાક) સુધી કરી

શકાશે. બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ સાથે ઓનલાઇન અને ઓફલાઇન ફી ભરવા સંબંધિત સ્પષ્ટ સૂચનાઓ ધ્યાને લેવી.વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે. લેઇટ ફી માંથી વિદ્યાર્થી/વિદ્યાર્થીનીને મુક્તિ નથી.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!