વળતર રજા શું છે , કેટલી અને ક્યારે મળે અને કેવી રીતે ભોગવી શકાય

સરકાર માન્ય જાહેર રજાના દિવસે જે બિન રાજ્ય પત્રિત કર્મચારીને કચેરીમાં સરકારી કામ જેવા કે કોઈ જાહેર પરીક્ષામાં કે ચૂંટણીની કામગીરીમાં કે અન્ય કોઈ કામગીરીમાં રોકવા બદલ સરકારી કર્મચારીઓને  વળતર રજા આ શરતોને આધીન મળી શકે.

૧.વળતર રજા ને નિયમિત રજા, પરચુરણ રજા કે અન્ય રજાની આગળ-પાછળ બી.સી.એસ.આર. - ૬૩૦ ની શરતોને આધીન રહીને જોડી શકાશે.

૨. એકી સાથે ફક્ત એક જ વળતર મંજૂર કરવી જોઈએ. 

૩.કોઈપણ રજા દરમિયાન ઓફિસમાં આખા દિવસના ૩.૩૦ કલાક કે તેથી ઓછા સમય માટે અડધી વળતર અને ૫ કલાકના સમય માટે આખા દિવસની વળતર રજા મળે.

વળતર રજા


કેટલા વર્ષની નોકરી થાય તો ગ્રેજ્યુટી મળવાપાત્ર છે, જાણો શું છે નિયમ 

૪.વળતર રજા જે કેલેન્ડર વર્ષમાં લેણી થઈ હોય તે જ વર્ષમાં ભોગવી શકાશે. કેલેન્ડર વર્ષ પુરુ થતાં બાકી રહેલી વળતર રજાઓ આપોઆપ વિલય થાય છે. 

૫.બિન રાજય પત્રિત અધિકારીઓને વળતર રજા મળી શકે નહીં.

૬. વળતર રજાઓને સર્વિસ બુકમાં ઉધારવાની રહેતી નથી.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!