ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝિક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું ઠરાવવામાં આવેલ છે. શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ “જે વિદ્યાર્થી ધોરણ-10માં ગણિત બેઝિક (18) રાખશે તે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં B ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે પરંતુ A અથવા AB ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે નહીં. આ જોગવાઇનું માર્ગદર્શન વિદ્યાર્થી અને વાલીને મળી રહે તેવી શાળા કક્ષાએ કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.
નિયમિત/ખાનગી નિયમિત વિદ્યાર્થીના આવેદનપત્ર માટે સૂચના
માર્ચ-2023 ધો.10 એસ.એસ.સી. પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો ભરતાં શાળાના નિયમિત વિદ્યાર્થીઓને ઉક્ત ઠરાવથી માહિતગાર કરી તેઓની પસંદગી મુજબના વિષય સ્ટાન્ડર્ડ ગણિત (12) અથવા બેઝિક ગણિત (18) સાથે ઓનલાઇન આવેદનપત્ર ભરવાનું રહેશે.
રીપિટર/ખાનગી રીપિટર વિદ્યાર્થીના આવેદનપત્ર માટે સૂચના
જે ઉમેદવાર માર્ચ-2022 કે તેના અગાઉના વર્ષોમાં સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયમાં અનુત્તીર્ણ રહેલ હોય અને ચાલુ વર્ષે સ્ટાન્ડર્ડ ગણિત (12) વિષયના બદલે બેઝિક ગણિત (18) વિષયની રીપિટર ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા ઇચ્છતા હોય તેવા ઉમેદવારો ઓનલાઇન આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા દરમ્યાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે એટલે કે સ્ટાન્ડર્ડ ગણિત (12)માં અનુતીર્ણ થયેલ ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિત (12)ના બદલે બેઝિક ગણિત (18) વિકલ્પ બદલી શકશે તે બાબતે વાલી અને વિદ્યાર્થીને જાણકારી આપી વિદ્યાર્થીની પસંદગી મુજબ સ્ટાન્ડર્ડ ગણિત (12) અથવા બેઝિક ગણિત (18) વિષય ઓનલાઇન આવેદનપત્રમાં ભરવાનો રહેશે.
માર્ચ-2023ની ધો.10 એસ.એસ.સી.ની પરીક્ષાની હૉલટીકિટ ઇસ્યુ થયા બાદ વિકલ્પ પસંદગીમાં સુધારો કરી આપવામાં આવશે નહીં જેની સર્વેએ નોંધ લેવી
0 ટિપ્પણીઓ