ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નોંધાયેલ રાજયની તમામ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા ધરાવતી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ શાળાના સંચાલકશ્રીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ નથી સંસ્કૃત મધ્યમ માર્ચ-૨૦૨૩ ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રી રેગ્યુલર ફ્રી સાથે ઓનલાઇન ફોર્મ ભરવાના નીચે આપેલ તારીખ મુજબ ભરી શકાશે.
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ પરીક્ષા ફોર્મની તારીખો
- ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત : તારીખ:-૧૭/૧૧/૨૦૨૨ ના રોજ બપોરે ૧૪:૦૦ કલાક થી
- ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ : ૧૬/૧૨/૨૦૨૨ ના રોજ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંના તમામ પ્રકારના(નિયમિત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવાના રહેશે. જેની જરૂરી વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંના તમામ પ્રકારના(નિયમિત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓના આવેદનપત્રોની ફી નું માળખુ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા ફી નો દર નીચે મુજબ છે.
૧. નિયમિત વિદ્યાર્થી : રૂ.૪૯૦/- ફી
૨. નિયમિત રીપીટર (એક વિષય): રૂ.૧૪૦/-
૩. નિયમિત રીપીટર (બે વિષય): રૂ.૨૨૦/- ફી
૪. નિયમિત રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૮૫/- ફી
૫. નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે) : રૂ.૪૯૦/- ફી
૬. પૃથ્થક ઉમેદવાર (એક વિષય) :રૂ.૧૪૦/- ફી
૭. પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૨૨૦/- ફી
૮. પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય): રૂ.૨૮૫/- ફી
૯. ખાનગી ઉમેદવાર (નિયમિત) રૂ.૮૭૦/- ફી
૧૦.ખાનગી રીપીટર (એક વિષય): રૂ.૧૪૦/- ફી
૧૨.ખાનગી રીપીટર (બે વિષય) : રૂ.૨૨૦/- ફી
૧૩.ખાનગી રીપીટર (ત્રણ વિષય): રૂ.૨૮૫/- ફી
૧૪. ખાનગી રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): રૂ.૪૯૦/- ફી
- ઉપરોકત તમામ ફી માંથી વિદ્યાર્થીનીઓ તથા દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા પરીક્ષા ફી માંથી મુક્તિ આપવામાં આવેલ છે.
- ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.
- પ્રાયોગિક વિષયની વિષયદીઠ ફી રૂ.૧૦/-(રૂ. દસ) રહેશે.
- ઉપરોકત ફી માં લેઇટ ફી નો સમાવેશ થતો નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંના તમામ પ્રકારના(નિયમિત, ખાનગી, રીપીટર તથા પૃથ્થક) વિદ્યાર્થીઓને સૂચિત કરવામાં આવેલ છે કે આપેલ સમયગાળા દરમ્યાન જે વિદ્યાર્થીઓ ના પરીક્ષા ફોર્મ ભરાશે નહિ તેમણે ત્યારે બાદ બોર્ડની લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરવા પડશે.
રેગયુલર અને રીપીટર ઉમેદવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંના નિયમિત વિદ્યાર્થી : રૂ.૪૯૦/- ફી, નિયમિત રીપીટર (એક વિષય): રૂ.૧૪૦/-, નિયમિત રીપીટર (બે વિષય): રૂ.૨૨૦/- ફી, નિયમિત રીપીટર (ત્રણ વિષય):રૂ.૨૮૫/- ફી,નિયમિત રીપીટર (ત્રણ વિષય કરતા વધારે) : રૂ.૪૯૦/- ફી નક્કી કરેલ છે.
આઇસોલેટેડ ઉમેવાર
ગુજરાત બોર્ડ દ્વારા પૃથ્થક ઉમેદવાર (એક વિષય) :રૂ.૧૪૦/- ફી,પૃથ્થક ઉમેદવાર (બે વિષય): રૂ.૨૨૦/- ફી,પૃથ્થક ઉમેદવાર (ત્રણ વિષય): રૂ.૨૮૫/- ફી નક્કી કરવામાં આવેલ છે.
ખાનગી ઉમેદવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ ખાનગી ઉમેદવાર (નિયમિત) રૂ.૮૭૦/- ફી, ખાનગી રીપીટર (એક વિષય): રૂ.૧૪૦/- ફી, ખાનગી રીપીટર (બે વિષય) : રૂ.૨૨૦/- ફી, ખાનગી રીપીટર (ત્રણ વિષય): રૂ.૨૮૫/- ફી,ખાનગી રીપીટર (ત્રણ કરતા વધુ વિષય): રૂ.૪૯૦/- ફી રાખવામાં આવેલ છે.
0 ટિપ્પણીઓ