Tokyo Olympicsમાં ભારતે First Gold Medal હાંસલ કરી લીધો છે. નિરજ ચોપરાએ ભારતને Gold Medal અપાવ્યો છે. નિરજ ચોપરા (Neeraj Chopra) ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લાવવા માટે પ્રબળ દાવેદાર હતો.
ફિકસ પગારના કરારીય સમયગાળા દરમિયાનની માંદગી સબબની જમા medical leave રજાઓ નિયમિત નિમણુંક મળ્યા બાદ Carry Forward કરવા બાબત. |
Tokyo Olympicsમાં ભારતે First Gold Medal હાંસલ કર્યો છે. નિરજ ચોપરાએ ભારતને First Gold Medal અપાવી ઇતિહાસ સર્જયો છે. નિરજ ચોપરા (Neeraj Chopra) ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ લાવવા માટે પ્રબળ દાવેદાર હતો. ભારતના ખેલાડીઓમાં યુવા રમતવીર નિરજ ચોપરા (Neeraj Chopra) નું નામ ચર્ચામાં હતું, જેને Tokyo Olympicમાં મેડલ લાવવા માટેનો પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. નિરજ ચોપરા પહેલા જ રાઉન્ડથી આગળ રહ્યો હતો. બીજા રાઉન્ડમાં પણ તેનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું હતું.
પ્રથમ પ્રયાસમાં 87.03 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. બીજા થ્રોમાં એણે 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો. ત્રીજા પ્રયાસમાં નીરજે 76.79 મીટર દૂર થ્રો ફેંક્યો છે. ચોથા અને પાંચમો રાઉન્ડમાં નિરજે ફાઉલ કર્યું હતું. પુરુષો માટે જૈવલિન થ્રો (Javelin throw) ની લંબાઈ 2.60 મીટરથી 2.70 મીટર સુધીની હોય છે તેનું વજન 800 ગ્રામ હોય છે. સ્ત્રીઓમાં જૈવલિન થ્રોઅરની લંબાઈ 2.20 મીટરથી 2.30 મીટર સુધી હોય છે અને તેનું વજન 600 ગ્રામ હોય છે.
0 ટિપ્પણીઓ