વર્ષ ૨૦૨૧-૨૨ માટે કામચલાઉ વર્ગવધારા હંગામી ધોરણે મંજુર કરવા બાબત.Matter of approving temporary class addition on temporary basis for the year 2021-2

Matter of approving temporary class addition on temporary basis for the year 2021-22

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, શિ.વિના સંદર્ભ દર્શિત ઠરાવથી રાજ્યમાં ધો.૧૦ ના 1મામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાથી ધો.૧૧ ના પ્રથમ ક્રમિક તેમજ ધો.૧૧ ના વધારાના વર્ગોની ઉભી થયેલી હંગામી જરૂરીયાતને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કક્ષાએથી જ હંગામી ધોરણે કામચલાઉ ધો.૧૧ ના ક્રમિક/વર્ગવધારા મંજુર કરવા અંગે હુકમ કરવામાં આવેલ છે.

રાજયની બિન-સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રૌક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ માટે પગાર ચકાસણીની કામગીરી ચાલુ કરવા બાબત. | 

ઉક્ત ઠરાવની તમામ શરતોનું ચુસ્તતાથી પાલન કરવા નીચેની બાબતો પણ ખાસ ધ્યાને લેવાની

1. હંગામી ધોરણે કામચલાઉ વર્ગવધારા ક્રમિક વર્ગો માટે આપની કક્ષાએથી શાળાની ભૌતિક સગવડો અને અન્ય પરિબળોને ધ્યાને લઈ વિવેકાધીન નિર્ણય લેવાનો રહેશે.

2. આ વર્ગ મંજુરીઓમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ધો.૧૧ તથા મંજુર કરેલ તે જ વર્ગોને અનુગામી વર્ષ ૨૦૨૨-૨૩ માટે ધો.૧૨ ના વર્ગો મંજુર કરવાના રહેશે.

શૈક્ષણિક વર્ષ-2021-22થી SSC ધોરણ-10ની પરીક્ષા માટે ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ તરીકે ગણવાનું રહેશે. |

૩. વર્ષ ૨૦૨૧-૨૨ નું સત્ર પુર્ણ થતાં જ ધો.૧૧ ના કામચલાઉ મંજુર વર્ગોની માન્યતા આપોઆપ રદ થશે. તે જ રીતે, વર્ષ ૨૦૨૨-૨૩ નું સત્ર પૂર્ણ થતાં જ ધો.૧૨ ના કામચલાઉ મંજુર વર્ગોની માન્યતા આપોઆપ રદ થશે.

4. આપના દ્વારા અપાયેલ કામચલાઉ વર્ગમંજુરીની વિગતો શાળાના નામ વિદ્યાર્થીની સંખ્યાની વિગત/પ્રવાહ/માધ્યમ/મંજુર કરેલ વર્ગોની સંખ્યા સહિતની માહિતી અત્રેની શાખામાં ફરજીયાત પણે મોકલી આપવાની રહેશે.

ડિજિટલ ચુકવણી: E-RUPI શું છે, જે ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વગર પૈસા ટ્રાન્સફર કરશે   
   

5. માસ પ્રમોશનના કારણે ઉભી થયેલી હંગામી જરૂરીયાતવાળા વર્ગો માટે ઓનલાઈન દરખાસ્ત કરવાની નથી. જે ખાસ ધ્યાને લેશો.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!