GUJCETનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર સવારે 10 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. Engineering અને pharmacyમાં પ્રવેશ માટે GUJCETની પરીક્ષા લેવામાં આવે છે. 6 ઓગસ્ટના રોજ કુલ 4 વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં Physics, Chemistry, Biology અને ગણિતની પરીક્ષા લેવામાં આવી હતી.
GUJCET Result 2021 | માટે નીચેની લિંક પર કલીક કરો
GUJCET પરિણામ 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓનું આવ્યું
Corona રોગચાળાને કારણે GUJCETની પરીક્ષા પદ્ધતિ આ વર્ષે અલગ હતી. આ વર્ષે પરીક્ષા હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાઓમાં લેવામાં આવી હતી. હવે GUJCETનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઈ શકશે. જેમાં ગ્રુપ A ના 46 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગ્રુપ B ના 66 હજાર વિદ્યાર્થીઓએ ગુજકેટનું પરિણામ મેળવ્યું છે. આમ, 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓના GUJCETનું પરિણામ જાહેર થયું છે. ગ્રુપ A ના 474 અને ગ્રુપ B ના 678 વિદ્યાર્થીઓએ 99 ટકા મેળવ્યા છે.
તમારો Gmail પાસવર્ડ ભૂલી ગયા છો? , આ રીતે પાસવર્ડ બદલી શકાય છે |
0 ટિપ્પણીઓ