બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં બિન શૈક્ષણિક કર્મચારીઓનું સેટઅપ નક્કી કરવા બાબત

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાની વિદ્યાર્થીની સંખ્યા આધારીત બિન શૈક્ષણિક સંવર્ગવાર મહેકમ સરકારશ્રીએ નિયત કરેલ છે. જે અન્વયે જુન ૨૧ થી શરુ થતા શૈક્ષણિક સત્રની સંખ્યા આખરી થયેથી મળવાપાત્ર સેટઅપ અત્રેની કચેરીએ મંજુર કરાવવાની જોગવાઈ સુચવાયેલ છે. સંદર્ભ (૨)થી અત્રેની કચેરી દ્વારા સંદર્ભ (૧) ના ઠરાવ મુજબ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે.

બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સંવર્ગવાર મહેકમ તા.૩૧/૦૮/૨૦૨૧ સ્થિતિએ વિદ્યાર્થીની સંખ્યા આખરી થયેથી બિન શૈક્ષણિક કર્મચારીઓનું સેટ અપ મંજુર કરાવવા નીચે મુજબની કાર્યરીતીનો અમલ કરવાનો રહેશે.

 GUJCET 2021- RESULT HIGHLIGHTS | 

-દરેક બિનસરકારી અનુદાનિત શાળાઓએ આ સાથે સામેલ પત્રક એ મુજબ વિગતો ભરી સંદર્ભ- ૧માં દર્શાવેલ ઠરાવ મુજબ સરકારશ્રીએ વિદ્યાર્થી સંખ્યા આધારીત સેટઅપ મુજબ મળવાપાત્ર થતા મહેકમ ના સ્પષ્ટ અભિપ્રાય સાથે આધારો સહિતની દરખાસ્ત ત્રણ નકલમાં તેમના જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીને કરવાની રહેશે.

 - જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ નિમેલ તપાસ અધિકારી, દરેક શાળાની રેકર્ડ આધારીત સ્થળ તપાસ કરી જે ને શાળાને મળવાપાત્ર સેટ અપ અંગે પત્રક એ માં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપશે. 

-તપાસ અધિકારીએ, પોતાના કાર્યક્ષેત્રની તમામ બિનસરકારી અનુદાનિત શાળાઓના સેટઅપ મંજુર કરવા અંગેનું નિયત નમુનાનું પત્રક એ આધારો સહિત જિલ્લા શિક્ષણાધિકારીને સુપ્રત કરવાનું રહેશે. આ પત્રક એ માં જણાવેલ બિનસરકારી શાળાઓના આચાર્યશ્રી તથા તપાસઅધિકારી દ્વારા સેટઅપ મંજુર કરવાના અભિપ્રાય સામે જિલ્લાશિક્ષણાધિકારીએ સ્વંય જાત તપાસ કરી, પત્રક એ માં પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપવાનો રહેશે. આ પ્રક્રિયા દિન -૨૦ માં પૂર્ણ કરવાની રહેશે,

WhatsApp નું નવું અપડેટ 90 દિવસ પછી મેસેજને ઓટો ડિલીટ કરશે ,વિગતો જુઓ |

 -પત્રક એ માં સંપૂર્ણ દરખાસ્ત તૈયાર થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ સાથે સામેલ પત્રક-બી (એક્સેલ શીટ, શ્રુતિ ફોન્ટ)માં, પત્રક એ ની માહીતીનું એકત્રીકરણ કરવાનું રહેશે.

- જિલ્લા શિક્ષણાધિકારીના એકત્રીકરણ પત્રક-બી તથા શાળાઓના સેટ અપ મંજુર કરવા માટેના પત્રક એ તથા તેના બિડાણી સહિત બે નકલમાં નીચે જણાવેલ અનુસુચિ મુજબ સબંધિત જિલ્લાના જિલ્લા શિક્ષણધિકારી તથા જાણકાર અધિકારી કર્મચારી એ અત્રેની કચેરીએ ઉપસ્થિત રહેવું.

PGVCL વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ભરતી 2021 |

ઠરાવ ક્રમાંક બમશ/૧૧૦૯-ઓડી-ટ(પા.ફા.૧૦-ગ તા.૧૯/૦૧/૨૦૨૧ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓનું સેટ અપ નક્કી કરવાની બાબતની કામગીરી સાથે સંકળાયેલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કર્મચારીઓ છે અધિકારીઓએ સવિશેષ તકેદારી રાખવાની રહેશે. શિક્ષણ વિભાગનો ઠરાવ ક્રમાંકઃ બમશ/૧૧૦૯-ઓડી ૮૫.૯૪૧૬ ૪ તા. ૧૯/૦૧/૨૦૨૧ ના ઠરાવનો સંપૂર્ણ અમલ કરવાનો હોઈ ઠરાવનો શબ્દશ પૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે. સદર સેટ અપ નક્કી કરવાની બાબતે કોઈ ભૂલ ક્ષમ્ય થઇ શક્શે નહીં. દરેક બિનસરકારી અનુદાનિત શાળાઓના બિનશૈક્ષણિક કર્મચારીઓનું કરાવ મુજબ સેટઅપ મંજૂર કરવા માટેના સ્પષ્ટ અભિપ્રાય માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જવાબદાર રહેશે જેથી આપના દ્વારા જવાબદારીપૂર્વક માહીતી રજૂ થાય તે બાબત ધ્યાને રાખો, 

પરિપત્ર અને સેટ અપ ફોર્મ

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!