RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ માટે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને તક આપવા બાબત

RTE ACT-2009ની કલમ 12.1.(c)અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે તા.૨૦/૦૬/૨૦૨૧નાં રોજ જાહેરાત બહાર પાડી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. જેમાં આશરે

૧,૮૧,૧૬૨ જેટલી ઓનલાઈન અરજીઓ વેબપોર્ટલ પર મળેલ હતી. સદર ઓનલાઈન મળેલ અરજીઓની ચકાસણી કરવાની પ્રક્રિયા જિલ્લા કક્ષાએ તા ૦૬/૦૭/૨૦૨૧ થી તા.૧૩/૦૭/૨૦૨૧માં હાથ ધરવામાં આવેલ હતી. આવેલ અરજીઓની ચકાસણી બાદ કુલ ૨૬,૦૦૦ જેટલી અરજીઓ વિવિધ કારણોસર અમાન્ય થયેલ છે. જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ અરજદારો તેમજ વિવિધ સંગઠનો દ્વારા મળેલ રજૂઆતો અન્વયે અમાન્ય થયેલ અરજીઓ માટે અરજદારોને ઓનલાઈન કરેલ અરજીમાં જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની એક તક આપવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી.

જે ધ્યાને લઈ જે આરાજદારોની અરજી રિજેક્ટ થઈ છે માત્ર તેવાજ ઉમેદવારો 17 જુલાઈ થી 19 જુલાઈ 2021ના સમયગાળામાં ઓનલાઈન વેબપોર્ટલ rte.orpgujarat.com પાર જઈ એપ્લિકેશન નંબર અને જન્મતારીખ નાખીને જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે કરી એપ્લિકેશન સબમીટ કરવી.જે અંગેની જાણ અરજદારોને sms દ્વારા પણ કરવામાં આવશે. સદર સમયગાળા બાદ રીજેક્ટ થયેલ અરજીઓની પુનઃ ચકાસણી જિલ્લા કક્ષાએ

તા. ૨૦/૦૭/૨૦૨૧ થી તા. ૨૨/૦૭/૨૦૨૧ દરમિયાન કરવામાં આવશે. જે અરજદારો આ સમયગાળા દરમિયાન પોતાની રીજેક્ટ થયેલ અરજીમાં કોઈ સુધારો કરવા ન માંગતા હોય તો તેઓની અરજી અમાન્ય રાખી નિયમાનુસાર RTE પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે. તથા,પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. ૨૭/૦૭/૨૦૨૧, મંગળવારનાં રોજ જાહેર કરવામાં આવશે.


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!