ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર Covid-19 સંકટના વાદળ છવાયા


ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે જો કે asymptomatic છે. 

ANI ની ખબર મુજબ કોરોના પોઝિટિવ મળી આવ્યા બાદ તે ક્રિકેટરોને આઈસોલેટ કરી દેવાયા છે. જો કે સંક્રમિત ખેલાડીઓની સંખ્યા હજુ વધી શકે છે. આ  ક્રિકેટર્સે હાલમાં જ ટીમ મેનેજમેન્ટને ગળામાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ સંક્રમિત જણાયા. હાલ ખેલાડી ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટિન થયા છે. 

ટીમ ઈન્ડિયાના બે ખેલાડી  કોરોના પોઝિટિવ
મળતી માહિતી મુજબ આ ક્રિકેટર્સના સંપર્કમાં આવેલા અન્ય ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પણ 3 દિવસ માટે આઈસોલેશનમાં મોકલી દેવાયા હતા. જેનો સમય હવે પૂરો થઈ ગયો છે. હાલ સંક્રમિત ખેલાડીઓ ડહરમમાં ટીમના કેમ્પનો  ભાગ બનશે નહીં. જો કે જે બે ખેલાડીઓ કોરોનો પોઝિટિવ આવ્યા હતા તેમાંથી એક રિકવર થઈ ગયો છે જ્યારે બીજા ખેલાડીનો જલદી ટેસ્ટ કરાશે. 

અહી જણાવવાનું કે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં હાર બાદથી ટીમ ઈન્ડિયા ત્રણ અઠવાડિયાના  બ્રેક પર છે. આ દરમિયાન ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના અલગ અલગ શહેરોમાં ઘૂમી રહ્યા હતા. આ દરમિયાન આ ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવ્યા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે. ભારતીય મેનેજમેન્ટે હાલ આ ખેલાડીઓના નામનો ખુલાસો કર્યો નથી. 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી નોર્ટિંઘમના ટ્રેન્ટ બ્રિજ મેદાન પર રમાશે. ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે સજ્જડ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતનું મોટી આઈસીસી ટુર્નામેન્ટ જીતવાનું સપનું તૂટી ગયું. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!