ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તા.૧૯/૧૧/૨૦૧૬ના ઠરાવ ક્રમાંક:પરચ-૧૦૨૦૧૨-સ થી લેવામાં આવેલ નિર્ણય અનુસાર ધો.૧૨ (૧૦*૨ તરાહ) વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ,ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-૨૦૧૭ થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.
ઉક્ત ઠરાવ મુજબ વર્ષ-૨૦૨૧ માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-એ, ગૃપ-બી અને ગૃપ-એ.બી. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.૦૬/૦૮/૨૦૨૧ ને શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ગુજકેટની પરીક્ષા માટે કેટલીક અગત્યની જાણકારી નીચે મુજબ છે :-
ગુજકેટની પરીક્ષા તા.૦૬/૦૮/૨૦૨૧ ને શુક્રવારના રોજ ૧૦-૦૦ થી ૧૬-૦૦ કલાક દરમ્યાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.
ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક - મશબ/૧૨૧૭/૧૦૩૬/છ તા.૨૫/૧૦/૨૦૧૭ થી શૈક્ષણિક વર્ષ જૂન-૨૦૧૯ થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન થયેલ શાળાઓમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકનો અમલ કરેલ છે. NCERT આધારીત ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલ સીત્તેર ટકા અભ્યાસક્રમ પ્રવર્તમાન ગુજકેટ ની પરીક્ષા માટે રહેશે.
ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયના બહુવિકલ્પિય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે.ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે. એટલે કે ૪૦ પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને ૪૦ પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ ૮૦ પ્રશ્નોના, ૮૦ ગુણ અને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. OMR ANSWER SHEET પણ ૮૦ પ્રત્યુત્તર માટેની રહેશે.
જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની OMR ANSWER SHEET પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં ૪૦ પ્રશ્નોના ૪૦ ગુણ અને ૬0 મિનિટનો સમય આપવામાં આવશે. પણ પ્રત્યેક વિષય માટે ૪૦OMR ANSWER SHEET પ્રત્યુત્તર માટેની રહેશે.
પરીક્ષાનું માધ્યમ :-
પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમમાં આપવામાં આવશે.
0 ટિપ્પણીઓ