ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે રાજ્યમાં આવેલ ૦૮ મહાનગરપાલિકા વિસ્તાર પૈકીની કેટલીક મહાનગરપાલિકા દ્વારા નામ. હાઈકોર્ટના નિર્દેશો અનુસાર કેટલીક શાળાઓ દ્વારા ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર અને બી.યુ.પી. (મકાન વપરાશનું પ્રમાણપત્ર) રજૂ કરેલ ન હોવાના કારણે કેટલીક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મકાનો સીલ કરવામાં આવેલ છે, તેવી બાબતો વર્તમાનપત્રના સમાચારો દ્વારા તેમજ ઈલેક્ટ્રોનિક્સ મિડીયા મારફતે ધ્યાન પર આવેલ છે.
આપના વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા દ્વારા કોઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સીલક રવામાં આવી હોય તો તેની માહિતી આ સાથે સામેલ પત્રકમાં ભરી દિન-૦૭ માં મોકલી આપવા જણાવવામાંઆવે છે. શૂન્ય માહિતી હોય તો તે મુજબ જાણ કરવા વિનંતી છે.સ્થાનિક તંત્રના સંબંધિત અધિકારીશ્રી સાથે પરામર્શ કરીને આ માહિતી મોકલવાની રહેશે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ