માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ-૧૦માં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા બાબત.

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ-૧૦માં-વિદ્યાર્થીઓએ કુલ-૭-વિષયનો.અભ્યાસ કરવાનો હોય-છે.-જેમાં-ત્રણ ભાષાઓ અને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજિયાત હોય છે, સાતમાં વિષય તરીકે વૈકલ્પિક વિષયો હોય છે. જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ પછી વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-૧૦માં ગણિત વિષયમાં અનુત્તીર્ણ થવાને કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની તક મળવી જોઈએ.

 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં બે વિકલ્પો આપવાની બાબત દર્શાવેલ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા બોર્ડ દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક

ઠરાવ:-પુખ્ત વિચારણાને અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધોરણ-૧૦ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિત અને બેઝીક ગણિત એમ બે પ્રકારના વિકલ્પ આપવાનું

નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે.

૧. ધોરણ-૧૦નું ગણિત વિષયનું. પાઠ્યપુસ્તક એકસરખું જ રહેશે. શાળાકક્ષાએ કે વર્ગખંડકક્ષાએ આ અંગેની શૈક્ષણિક પડ્ઠતિમાં કોઈ ફેરફાર કરવાનો રહેશે નહિ,

૨. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ની જાહેર પરીક્ષામાં ગણિત વિષયમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટિક્સ બેઝિક એમ બે અલગ પ્રકારના પ્રશ્નપત્રો આપવામાં આવશે. વિદ્યાર્થીએ જે તે વિકલ્પની પસંદગી બોડની પરીક્ષાના

ફોર્મ ભરતી વખતે કરવાની રહેશે.

3. આ પ્રકારનો વિકલ્પ માત્ર ધોરણ-૧૦ના બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આપવાનો રહેશે. જે વિકલ્પ આખરી રહેશે. ધોરણ-૯ માં ગણિત વિષયમાં આ પ્રકારનો વિકલ્પ આપવામાં આવશે નહિ.

૪. ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિંત બેઝિકના પ્રશ્નપત્ર પરિરૂપ અલગ-અલગ રહેશે. બંને પ્રકારના પરિરૂપમાં પ્રકરણવાર ગુણભાર, પ્રશ્નોના પ્રંકાર પ્રમાણે ગુણભાર તેમજ હેતુઓ પ્રમાણે ગુણભાર અલગ અલગ રાખવામાં આવશે. .

૫. જે વિદ્યાર્થી ધોરણ-૧૦માં ગણિત સ્ટાન્ડર્ડ રાખશે તે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.

૬. જે વિદ્યાર્થી ધોરણ-૧૦માં ગણિત બેઝિક રાખશે તે ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે નહિ.

.ધોરણ-૧૦માં ગણિત બેઝિકમાં પાસ થનાર વિદ્યાર્થી જો ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં જવા માંગતો હોય તો જુલાઈ માસની પૂરક પરીક્ષા દરમ્યાન ગણિત સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી શકશે.

૮. ધોરણ-૧૦માં ગણિત સ્ટાન્ડર્ડમાં નાપાસ થનાર વિદ્યાર્થી પૂરક પરીક્ષાના નિયમોને આધિન પુનઃ ગણિત સ્ટાન્ડર્ડ અથવા ગણિત બેઝિક વિકલ્પ આપી પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.

૯. શાળા કક્ષાએ આચાર્યશ્રીએ તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ અંગે પૂરેપૂરી સમજ આપવાની રહેશે તેમજ વિદ્યાર્થીએ જે વિકલ્પ પસંદ કરેલ હોય તે અંગે વિદ્યાર્થી તેમજ વાલીની લેખિત સંમતિ લેવાની રહેશે.







WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!