Jioની શાનદાર ઓફર 11 રૂપિયામાં 1GB ડેટા મળશે વર્ષભર વેલીડીટી સાથે


રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના ગ્રાહકોને અલગ-અલગ વેલિડિટીવાળા અનેક પ્લાન ઓફર કરે છે. કંપની દરરોજ 1 જીબી ડેટાથી દરરોજ 3 જીબી ડેટા સુધી પ્લાનની સુવિધા આપી રહી છે. કેટલાક પ્લાન એવા છે જેમાં ડેટા લિમિટ વગર ડેટા મળે છે. આજે અમે તમને જીયોની એક એવી ઓફર વિશે જણાવી રહ્યાં છીએ, જેના દ્વારા તમને 11 રૂપિયામાં 1 જીબી ડેટા મળશે અને આ ડેટાનો ઉપયોગ 1 વર્ષમાં ગમે ત્યારે કરી શકાશે.

રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને 4જી ડેટા વાઉચર્સ (Jio 4G Data Voucher) પણ ઓફર કરે છે. જે યૂઝર્સનો ડેટા ખતમ થઈ ગયો છે કે તેણે ડેલી લિમિટનો ઉપયોગ કરી લીધો છે, તેના માટે કંપનીનું આ વાઉચર કામનું સાબિત થઈ રહ્યું છે. ખાસ વાત છે કે કંપનીનું 4જી ડેટા વાઉચર એટલા દિવસ કામ કરશે, જેટલી તમારા એક્ટિવ પ્લાનની વેલિડિટી બાકી હશે. 

Reliance Jio ના સૌથી સસ્તા 4જી ડેટા વાઉચરની કિંમત 11 રૂપિયા છે. 11 રૂપિયામાં રિલાયન્સ જીયો ગ્રાહકોને 1 જીબી ડેટા આપે છે. ડેટા સિવાય તમને કોઈ અન્ય સુવિધા મળતી નથી. તેની વેલિડિટી તમારા એક્ટિવ પ્લાન પર નિર્ભર કરે છે. એટલે કે જો તમારો પ્લાન વર્ષનો છે, તો તમને 11 રૂપિયાના વાઉચરમાં એક વર્ષની વેલિડિટી મળશે.

11 રૂપિયા સિવાય કંપની 21 રૂપિયા, 51 રૂપિયા અને 101 રૂપિયાના ત્રણ અન્ય 4જી વાઉચર્સ પણ ઓફર કરે છે. 21 રૂપિયામાં ગ્રાહકોને 2 જીબી ડેયા અને 51 રૂપિયામાં ગ્રાહકોને કુલ 6જીબી ડેટા આપવામાં આવે છે. આ રીતે 101 રૂપિયાના 4જી વાઉચરમાં તમને 12 જીબી ડેટા મળી જશે. ખાસ વાત છે કે આ ત્રણેય વાઉચર્સ પણ તમારા એક્ટિવ પ્લાન જેટલું ચાલશે. 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!