વર્ગ વધારાની હંગામી જરૂરીયાત સંદર્ભે સૂચના આપવા બાબત.

ઉપરોકત વિષય અને પરત્વે જણાવવાનું કે,રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્ય. અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂન-૨૦૨૧ થી ધોરણ- ૯/૧૦ ના વર્ગ વધારા ધોરણ- ૧૧ પ્રથમ ક્રમિક( સળંગ એકમ ) ધોરણ-૧૨ ક્રમિક વર્ગ તથા ધોરણ- ૧૧/૧૨ ના વર્ગ વધારાની અરજી કરવા અંગેની જાહેરાત તા.૫/૭/૨૦૨૧ ના રોજ સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

જાહેરાત સંદર્ભે સંદર્ભદર્શિત પત્રથી આપેલ સૂચનાઓમાં સૂચના નંબર-બે (૨) અનુસાર વર્ગ વધારાની જરૂરીયાત માસ પ્રમોશન ના કારણે ઉભી થયેલ હંગામી જરૂરીયાત હોય તો શાળાઓને ઓનલાઇન દરખાસ્ત ન કરવા અંગે સૂચના આપવા જણાવવામાં આવેલ. તદઉપરાંત તા.૯/૭/૨૦૨૧ની વિડીઓ કોન્ફરન્સમાં પણ ઉકત બાબતે તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવેલ હતી.

માસ પ્રમોશનના કારણે ઉભા થયેલ વર્ગવધારાની જરૂરીયાત સંદર્ભે કામ ચલાઉ એક વર્ષ પુરતી મંજુરી આપવા અંગેની દરખાસ્ત શિક્ષણ વિભાગમાં કાર્યવાહીમાં છે. તેથી શિક્ષણ વિભાગની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી હંગામી જરૂરીયાત વાળા વર્ગો ( ધોરણ-૧૧ પ્રથમ તેમજ ધોરણ- ૧૧ વર્ગવધારા) ની માંગણી કે રજૂઆત આપની સંમક્ષ આવે ત્યારે આવા વર્ગોની માંગણી માટે ઓન લાઇન દરખાસ્ત ન કરવા આપના તાબાની તમામ શાળાઓને સૂચના આપવાની તજવીજ સત્વરે હાથ ધરવા જણાવવામાં આવે છે. આ બાબતે જુદી જુદી શાળાઓ તરફથી વારંવાર આ બાબતે અત્રેની કચેરી ખાતે પૃચ્છા થતી હોવાથી આપને આ સૂચના આપવાની ફરજ પડી છે.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!