રાજ્યની તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૧૨ના તમામ પ્રવાહોમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબત

 બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખવા નિર્ણય લેવામાં આવેલ હતો. ત્યાર બાદ તા.૦૯/૦૭/૨૦૨૧ના રોજ માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ-૧૨માં તા ૧૫/૦૭/૨૦૨૧થી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવા બાબતે નિર્ણય લેવામાં આવેલ છે.

જે અન્વયે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે:

ઓફલાઇન/પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે તથાજે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઇન(પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં ન જોડાય તેવા વિદ્યાર્થીઓ માટે અગાઉની જેમ ઓન લાઇન શિક્ષણની વ્યવસ્થા વર્તમાનમાં ચાલુ .રાખવાની રહેશે. પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી આ સાથે સામેલ નમુનામાં લેખિત સંમતીપત્ર મેળવવાનું રહેશે.

વર્ગ ખંડોમાં ૫૦% ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ (હકના હશ) મુજબ વિદ્યાર્થીઓને વર્ગખંડ શિક્ષણ માટે બોલાવવાના રહેશે તેમજ વર્ગખંડોમાં કોઈ પણ બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતર/ 50% ક્ષમતાની મર્યાદાનું અચૂકપણે પાલન કરાવવાનું રહેશે. વધુમાં, સમયાંતરે નિયમિતપણે વર્ગખંડનું યોગ્ય સેનેટાઈઝેશન કરવાનું રહેશે તથા સંસ્થાના પરિસરમાં હેન્ડ વૉશિંગ/સેનેટાઇઝેશન પોઇન્ટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે.શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક ફરજીયાત યોગ્ય રીતે પહેરવાનું રહેશે.

ઉપર્યુક્ત સૂચનાઓ તમામ બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા અન્ય સૂચનાઓ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી લાગુ પડશે.



WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!