ગુજરાત હાઇકોર્ટે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. અરજીની પ્રક્રિયા 16મી જુલાઈથી શરૂ થઈ ચૂકી છે.ગુજરાત હાઇકોર્ટે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારોએ સૂચના ચકાસીને ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર વેબસાઇટ પર અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 16મી જુલાઈથી શરૂ થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ છે.આ ભરતી દ્વારા 63 જગ્યાઓ ભરવામાં આવશે.
વય મર્યાદા:
આ પદ માટે અરજી કરતા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલું હોવુ જોઈએ. ઉમેદવારોએ એક વિષય તરીકે અંગ્રેજી સાથે 10 કે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ.
અરજી ફી:
એસસી, એસટી, શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક નબળા વર્ગો, અપંગ વ્યક્તિઓ અને ભૂતપૂર્વ સૈન્યના ઉમેદવારો માટેની અરજી ફી 50 છે. જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 700 રૂપિયા ફી ભરવાની રહેશે.
પરીક્ષા પદ્ધતિ:
પરીક્ષામાં એલિમિનેશન ટેસ્ટ (ઓબ્જેક્ટિવ પ્રકાર MCQ) અને મુખ્ય લેખિત પરીક્ષા આપવાની રહેશે.
0 ટિપ્પણીઓ