Government Job Ministry Of Defence 2021: રક્ષા મંત્રાલયમાં બહાર પડી નોકરી


 Government Job  2021: સરકારી નોકરી (Government Job ) શોધતા યુવાઓ માટે રક્ષા મંત્રાલયમાં (Ministry Of Defence) કેટલાક પદો પર વેકેન્સી છે. આ પદો પર આવેદન કરવાની છેલ્લી તારીખ નજીક છે. રક્ષા મંત્રાલય અંદર આવનારા અલગ –અલગ ડિપોમાં કુલ 458 પદો પર ભર્તી કરવામાં આવશે. નોટિફિકેશન અંતર્ગત રક્ષા મંત્રાલયના સી/ઓ 56 એપીઓના  41 ફિલ્ડ એમ્યુનિશન ડિપોમાં ભર્તી કરવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 પાસ માટે નોકરીનો આ મોકો છે.

Gujarat High Court Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી 

રક્ષા મંત્રાલયના અંતર્ગત આવનારી આ ડિપોમાં ભર્તી માટે જાહેરાત 10થી16 જુલાઇ2021 દરમિયાન આવી હતી. આ વેકેન્સી (Ministry Of Defence Recruitment 2021) અનુસાર ટ્રેડ્સમેન મેટ અને એમટીએસ જેવા પદો પર ભર્તી થશે. વેકેન્સી માટે આવેદન ફોર્મ ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબબ્ધ છે. આવેદન કરતા પહેલા ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશનને સારી રીતે વાંચી લો. નોટિફિકેશનમાં આપેલી જાણકારી પ્રમાણે આવેદન કરો.

આ તમામ પદ માટે ઉમેદવારોની ઉંમર આવેદન તારીખે 18 વર્ષથી ઓછી તેમજ 25 વર્ષથી વધારે ન હોવી જોઇએ. આરક્ષિત વર્ગના ઉમેદવારન માટે સરકારના નિયમાનુસાર છુટનુ પ્રાવધાન છે. વધારે જાણકારી માટે ભર્તી નોટિફિકેશન જુઓ.

આ પદ પર આવેદનના ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર ભારતીય સેનાના ભરતી પોર્ટલ indianarmy.nic.in પર ઉપલબ્ધ કરાવેલા એપ્લીકેશન ફોર્મના માધ્યમથી આવેદન કરી શકે છે. પૂર્ણ રુપથી ભરેલા આવેદનને માગેલા ડોક્યુમેન્ટ્સ સાથે જાહેરાતમાં આપેલા સરનામે ઓફલાઇન જમા કરાવવાનુ રહેશે.  આવેદન જમા કરાવવાની છેલ્લી તારીખ 30 જુલાઇ 2021 નક્કી કરાઇ છે.  આવેદન જમા કરાવવાનુ સરનામુ 41 ફીલ્ડ એમ્યુનિશન ડિપો,પિન-909741 છે.

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!