સૌથી પૉપ્યૂલર કંપનીમાની એક Xiaomiએ પોતાના નવા Redmi Note 10T 5G સ્માર્ટફોનને મંગળવારે લૉન્ચ કરી દીધો છે. આ Redmi Note 10 સીરીઝની પાંચમુ મૉડલ છે. MediaTek Dimensity 700 પ્રૉસેસર વાળા આ ફોનની ડિઝાઇન એકદમ આકર્ષક છે. આ ફોનની પહેલી સેલ 26 જુલાઇએ થશે. Amazon, Mi.com, Mi Home સ્ટૉરની સાથે સાથે ઓફલાઇન સ્ટૉર્સ પર પણ આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ થશે.
Redmi Note 10T 5G સ્માર્ટફોન 4GB RAM + 64GB સ્ટૉરેજ અને 6GB RAM + 128GB સ્ટૉરેજ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. 4GB RAM + 64GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB RAM + 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 15,999 રૂપિયા રાખવામાં આવી છે. કલર ઓપ્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોન પર્પલ, બ્લૂ, બ્લેક, ગ્રીન અને વ્હાઇટ કલરમાં મળશે.
Xiaomi નું 67W ફાસ્ટ ચાર્જર,12 જુલાઈએ ભારતમાં લોન્ચ થશે
ફિચર્સ:
Redmi Note 10T 5G સ્માર્ટફોન Octacore MediaTek Dimensity 700 પ્રૉસેસર વાળો છે. આ ફોન Android 11 પર બેઝ્ડ MIUI 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ડ્યૂલ સિમની સાથે આમાં 6.5 ઇંચની full HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે,
જેનુ રિઝૉલ્યૂશન 1,080x2,400 પિક્સલ છે. સાથે જ આમાં 90Hzનો એકદમ શાનદાર રિફ્રેશ રેટ પણ મળે છે. આ ફોનમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નુ પ્રૉટેક્શન પણ આપવામાં આવ્યુ છે.
ફોનમાં છે ત્રિપલ રિયર કેમેરા સેટઅપ,જો તમે પોતાના ફોનમાં ફોટોગ્રાફી કરવાનુ પસંદ કરો છો તો આ ફોન સારો છે, Redmi Note 10T 5G ફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આનો પ્રાઇમરી કેમેરો 48 મેગાપિક્સલનો છે, સાથે જ આમાં 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવેલો છે.
Redmi Note 10T 5G સ્માર્ટફોનમાં 5000mAhની દમદાર બેટરી મળે છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ ટેકનિક વાળી છે. સાથે જ આમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ આપવામાં આવ્યુ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, એનએફસી, 3.5mm હેડફોન જેક અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ફોનનુ વજન 190 ગ્રામ છે.
0 ટિપ્પણીઓ