ધોરણ 12 ના વર્ગો શરૂ થઈ ગયા રાજ્યમાં ધોરણ 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ થઈ ગયા છે. કોરોનાને કારણે ઘરમાં પૂરાઈ રહેલા અને ઓનલાઈન ક્લાસથી કંટાળેલા વિદ્યાર્થીઓ હોંશેહોંશે શાળામાં આવી રહ્યા છે. ત્યારે હવે ધોરણ 9 થી 11 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની માંગ ઉઠી છે. ત્યારે ગુજરત સરકાર દ્વારા આ અંગે આજે કેબિનેટ બેઠકમા વિચારણા કરવામાં આવશે. આગામી સોમવારથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તેવી શક્યતા છે.
નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો |
શાળા શરૂ કરવા સંચાલકોની માંગણી ગુજરાતના અનેક શહેરોની શાળાઓ દ્વારા ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવા માંગણી કરાઈ છે. કોરોના મહામારી કાબુમાં આવી રહી છે. અને બધું જ ખુલી રહ્યું છે, ત્યારે સ્કૂલો જ શા માટે બંધ રાખવામાં આવી રહી છે. તબક્કાવાર તમામ વર્ગો શરૂ કરવા સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે.
શાળા સંચાલકોનું માનવુ છે કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજુરી અપાઈ હતી, તે જ રીતે આ વખતે પણ મંજૂરી આપવામા આવે. શાળા સંચાલકો પૂરતી covid 19 ની તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરશે. આ હેતુથી આજની કેબિનેટ બેઠક બહુ જ મહત્વની બની રહેશે
0 ટિપ્પણીઓ