SSC ઓરીજનલ માર્કશીટ વિતરણ 2021

 


માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા મે-2021ના નિયમિત ઉમેદવારોના પરિણામ વિતરણની કાર્યવાહી બાબત.માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, મે-2021ના નિયમિત ઉમેદવારોના પરીક્ષાના પરિણામના ગુણપત્રક, પ્રમાણપત્ર અને 5.૨. ના શાળાવાઈઝ પેકેટ તૈયાર કરી તાલુકાવાઈઝ પેકિંગના થેલા તા.20/07/2021 ના રોજ જિલ્લા કક્ષાએ નિયત સ્થળે મોકલી આપવામાં આવેલ છે. જિલ્લાશિક્ષણાધિકારીશ્રીએ તાલુકાકક્ષાએ નક્કી કરેલ વિતરણ સ્થળેથી તા.24/07/02021ને શનિવારના રોજ સવારે 9:00 કલાકથી શાળાના જવાબદાર કર્મચારી પાસેથી મુખત્યારપત્ર મેળવી શાળાઓને પરિણામના પેકેટ સુપ્રત કરવાના રહેશે. જેનો શાળાના આચાર્યશ્રીએ પૂરતો અભ્યાસ કરી પરિણામના ગુણપત્રક/પ્રમાણપત્ર ઉમેદવારને વિતરણની કાર્યવાહી નીચેની સૂચનાઓને ધ્યાને રાખી કરવાની રહેશે.

1) ઉમેદવારના ગુણપત્રકનું ૭ર સાથે વેરીફીકેશન કર્યા બાદ જ તેનું વિતરણ કરવું.

2) નામ-સુધારો:

1. આચાર્યશ્રીએ વાલી/વિદ્યાર્થીને ગુણપત્રક/પ્રમાણપત્ર માં નામ (અંગ્રેજી સ્પેલીંગ) ચકાસી જવા ખાસ જણાવવું અને નામમાં સુધારો કરાવવો જરૂરી હોય તો નામ સુધારો કરવા માટે નિયત સમય-મર્યાદામાં બિડેલ પરિશિષ્ટ 4, 4-અ અને 4-બ માં અરજી કરવાની રહેશે.

॥. સુધારાની દરખાસ્ત જો કરવાની હોય તો ધોરણ-10 ની અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર સામેલ રાખવું. GR અને LC ની પ્રમાણીત નકલ સાથે સામેલ રાખવી.

॥. પરિણામ ની તા.29/06/2021 થી તા.28/09/2021 સુધી ના ત્રણ માસ દરમિયાન મે-2021ની પરિક્ષાના નિયમિત ઉમેદવારોના ગુણપત્રક અને પ્રમાણપત્રમાં સુધારા વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. સમય-મર્યાદામાં મળેલ નામ સુધારા માટેની અરજીના ઉમેદવારને જ બોર્ડ દ્વારા સુધારા સાથેનું મૂળ ગુણપત્રક/પ્રમાણપત્ર વિનામૂલ્યે આપવામાં આવે છે. નિયત સમય-મર્યાદા મુદત બહારના કેસોમાં નિયત ફી ચુકવર્વીની રહેશે.

Read:નવા ઇજાફા અને ઘરભાડા અનુસાર જુલાઈ માસમાં આપનો પગાર કેટલો થશે તે જાણો  |

3) તા:-24/07/2021ના રોજ તાલુકા / svs/ બીટ કક્ષાએ શાળાના જવાબદાર કર્મચારી મુખ્ત્યાર પત્ર રજૂ કર્યેથી પરિણામના પેકેટ વિતરણ કરવાના રહેશે. વિતરણ બદલ શાળાના જવાબદાર કર્મચારીની સ્વીકારવા બદલની સહી અને સંપર્ક નંબર અવશ્ય મેળવવાનો રહેશે.

4) વિતરણ સમયે કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થાય તે રીતે વિતરણ કરવાનું છે.વિતરણ વખતે સામાજિક અંતર જળવાઇ તે રીતે વિતરણની કામગીરી કરવાની રહેશે.

5) ઓનલાઇન ગુણ અપલોડ વખતે જેઓએ સમયસર નામ / વિષય ના સુધારા બાબતે અત્રે રજૂઆત કરેલ છે તેઓના કિસ્સામાં સુધારો થયેલ છે પરંતુ ત્યારબાદ આવેલ સુધારાઓને ધ્યાને લીધેલ નથી. આથી, અસલ પ્રમાણપત્ર અને ગુણપત્રક મળ્યેથી જો સુધારો કરવાનો હોય તો નિયત નમૂનામાં દરખાસ્ત કરી જરૂરી આધારો જોડી અત્રે મોકલી આપવાના રહેશે.

6) વર્ષ-2021માં ધો.10ના નિયમિત વિદ્યાર્થીઓને રાજ્ય સરકારશ્રીએ માસ પ્રમોશનથી પાસ જાહેર કરેલ હોય આવા વિદ્યાર્થીઓની ગુણચકાસણી, પૂરક પરીક્ષા અને દફતર ચકાસણી જેવી પ્રવિધિઓ કરવાની ન હોય તે બાબતે કોઇ પત્ર વ્યવહાર કે પૃચ્છા ન કરવા જણાવવામાં આવે છે.

7) આ સાથે આપના જિલ્લાની તાલુકા / બીટ વાઇઝ શાળાઓનું લીસ્ટ સામેલ છે. જેનો ઉપયોગ વિતરણ વખતે કરી શકાશે.

8) પરિણામ વિતરણ વખતે કોઇ શાળાનું પેકેટ કે કોઇ શાળાના વિદ્યાર્થીનું ગુણપત્રક / પ્રમાણપત્ર ન મળે તો તત્કાલ બોર્ડના માધ્યમિક શાખાના ઇ-મેઇલ આઇ.ડી. Ssc10exam@gmail.com પર રજૂઆત મોકલી આપવાની રહેશે. જેમાં વિદ્યાર્થીના સીટ નંબર અવશ્ય દર્શાવવાના રહેશે. જે


WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!