સુરત - દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આજે સવારે 4.7ની તીવ્રતાના ભૂકંપનો આંચકો લાગ્યો હતો.
ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 14 કિ.મી.ના અંતરે હોવાનું માલૂમ પડ્યું હતું.
આંચકો સવારે 9.24 વાગ્યે આવ્યો હતો. તે ચારથી પાંચ સેકંડ સુધી રહ્યો હોવાનું કહેવાય છે.
સદ્દભાગ્યે ક્યાંયથી જાનહાનિ કે મિલકતને નુકસાનનો અહેવાલ નથી.
અહેવાલો છે કે, ગુજરાતના ભાવનગર, તાલાલા, પાલીતાણા, અમરેલીમાં પણ ભૂકંપના આંચકા આવ્યો હતો.
ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબહેને પણ ટ્વીટ કરીને આંચકાના સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું છે કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
WhatsApp Group
Join Now
0 ટિપ્પણીઓ