આજના સમય માં કોઈપણ સામાન્ય માણસ માટે અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. નકલી નોટો નું પ્રિન્ટિંગ છેતરપિંડી કરનારાઓ દ્વારા એવી રીતે કરવામાં આવે છે કે બંને નોટો અસલી દેખાય છે. છેલ્લા કેટલાક સમયથી 500 રૂપિયા ની મોટી નોટમાં છેતરપિંડી કરનારાઓની સંખ્યા વધી છે.લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા 500 રૂપિયા ની નોટ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી છે, જેના દ્વારા તમે અસલી અને નકલી નોટો વચ્ચે સરળતાથી તફાવત જાણી શકશો.
કેવી રીતે ઓળખવી 500ની અસલી નોટ
કેન્દ્રીય બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 500 રૂપિયાની અસલી નોટની સાઈઝ 63 mm*150 mm છે. તેનો રંગ સ્ટોન ગ્રે છે. નોટની ડિઝાઇનમાં જીયોમેટ્રિક પેટર્ન નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નોટના મધ્યમાં મહાત્મા ગાંધી ની તસવીર અને પાછળ લાલ કિલ્લો દર્શાવવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે નોટની પાછળ લાલ કિલ્લા પર દર્શાવવામાં આવેલો ત્રિરંગો તેના મૂળરંગમાં છે.
500 ની નોટમાં દેવનાગરી અને અંગ્રેજી માં મૂલ્યને દર્શાવવમાં આવ્યો છે. તમને આ નોટ ની આગળ અને પાછળ બંને બાજુ જોવા મળશે. નોટ પર 500 નો પણ ખૂબ જ ઓછી સંખ્યામાં પેટર્ન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેવી રીતે ઓળખશો તફાવત
500 ની નોટમાં ડાબી અને નીચે જમણી બાજુએ નાનાથી મોટા સુધીના અંકો ની પેનલ છે. નોટ પર આરબીઆઈના પ્રોમિસ ક્લૉઝની સાથે ગવર્નર ની સહી અને જમણી બાજુએ મહાત્મા ગાંધી નો ફોટો અને 500 ના મૂલ્યનું ઈલેક્ટ્રોટાઈપ વોટરમાર્ક છે. તમે આ નોટ પર લાગેલા સિક્યોરિટી થ્રેટ ના બદલાતા રંગ દ્વારા અસલી અને નકલી વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકો છો.
Read Also : વિદ્યાર્થીઓને 10 દિવસ શું બેગ વિના શાળાએ આવવાનું રહેશે, જાણો સંપૂર્ણ માહિતી નવી શિક્ષણ નીતિ વિષે
Read Also : Jio 5G પ્લાન્સ માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે,જાણો રિચાર્જ માહિતી
0 ટિપ્પણીઓ