વિદ્યાર્થીઓને 10 દિવસ શું બેગ વિના શાળાએ આવવાનું રહેશે, જાણો સંપૂર્ણ માહિતી નવી શિક્ષણ નીતિ વિષે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહેસાણા ના પીલવઈ પહોંચ્યા છે. તેઓએ મહેસાણા પહોચીને ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યા હતા, સાથે જ મંદિર પરિષરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો. ગોવર્ધનનાથજી મંદિરને અમિત શાહના સાસરી પક્ષે લગભગ 80 થી 90 વર્ષ પહેલા બંધાવ્યું હતું,સાથે જ શેઠ જી.સી.હાઈસ્કૂલના 95 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહ આજે તેમના સાસરીમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતા. ગૃહમંત્રીનું સાસરું એટલે મહેસાણાનું પિલવાઇ ગામ. આ ગામ 80-90 વર્ષ જૂનું તેમના સસરાએ બનાવ્યું હતું. ત્યારે ગોવર્ધનનાથજી મંદિરના વિવિધ કાર્યોંનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા. અમિત શાહ તેમના ધર્મપત્ની અને દીકરા સાથે મંદિરમાં પૂજા અર્ચના કરી મંદિર નો જીરણોદ્ધારની શરૂઆત કરાવી. આ સાથે જ ગામમાં આવેલી શેઠ જી સી હાઈસ્કૂલમાં પણ તેઓએ હાજરી આપી. આ શાળાને 95 વર્ષ પૂરા થયાં છે. શાળા સાથે પણ અમિત શાહ અને તેમના પત્નીની અનેક યાદગીરી જોડાયેલી છે. શાળામાં અમિતભાઇ શાહના પિતાએ પણ પોતાનો અભ્યાસ કર્યો હતો. શાળાના બાળકોએ વિવિધ પ્રોજેક્ટ્સ પર એક્સિબિશન પણ તૈયાર કર્યા હતા. 

New Education Policy


હાઈસ્કૂલના શિલાન્યાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જે સ્કૂલમાં મારાં પિતાજી અને મારાં પત્નીના પિતાજી જે શાળા માં ભણ્યા તે શાળામાં મને બોલાવી તેમનું ઋણ ચૂકવવાનો મને એક મોકો આપ્યો છે. 95 વર્ષ સતત જો કોઈ સંસ્થા કોઈ પણ સંકટ વિના ચાલતી હોય તો તેનો મતલબ તેની પાછળ ઘણા પવિત્ર ભાવના છે. આજે મેં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હાથ કોમ્પ્યુટર લેબ અને સોલાર સિસ્ટમનો લોકાર્પણ કર્યું છે. આ સંસ્થા બે શિક્ષણ નીતિ ઉપર કાર્યરત રહેશે. એક શિક્ષણનીતિ અંગ્રેજોની જેમાં રટેરટયેલું જ્ઞાન હતું, જેમાં બાળકની સમજણ શક્તિ વિકસવાને કોઈ અવકાશ ન હતું. 2014 માં દેશમાં પરિવર્તન આવ્યું. તે સમયે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જઈ શિક્ષણવિદ સાથે ચર્ચા કરી હતી. છ વર્ષ સુધી સતત કામગીરી કરી. 25 વર્ષ પછી આવેલી આ નવી શિક્ષણ નીતિથી હવે ભારતને આગળ વધતા કોઈ ન રોકી શકે. જ્યારે બાળક માતાની ભાષામાં બોલે, માતાની ભાષામાં વિચારે ત્યારે બાળકનું મૌલીક ચિંતન વધે છે. નવી શિક્ષણ નીતિમાં નક્કી કરવામાં આવ્યું કે પ્રાથમિક અને સેકેન્ડરી ભાષામાં બને ત્યાં સુધી ભણાવવું. મેડિકલ અને ઉચ્ચ શિક્ષણમાં પણ ભારતની માતૃભાષાના શિક્ષણ મળે તે માટેની શરૂઆત થઇ ગઈ છે.

તેમણે કહ્યુ હતું કે, વ્યક્તિ મૌલિક ચિંતન ત્યારે જ કરી શકે જયારે તેનું શિક્ષણ માતૃભાષામાં હોય. નવી શિક્ષણ નીતિ અમલી બનશે. 360 ડિગ્રી હોલેસ્ટિક કાર્ડ પણ બનાવવામાં આવશે. કોઈ બાળકમાં જન્મતા સાથે જ જો તેને સંગીતમાં રસ હશે તો તેનું જ્ઞાન પણ તેને આપવામાં આવશે. લગભગ 50 % વિદ્યાર્થીઓને ધોરણ 10 સુધીના બાળકોને કોઈ ને કોઈ વ્યવસાયલક્ષી તાલીમ તેમને આપવામાં આવશે. 10 દિવસ બેગ વિના તેમને શાળાએ આવવાનું રહેશે.

Read Also : Jio 5G પ્લાન્સ માટે કેટલા રૂપિયા ખર્ચ કરવા પડશે,જાણો રિચાર્જ માહિતી 

Read Also: આપના પગારની ઓનલાઇન ગણતરી કરો,માત્ર બેઝિક એન્ટર કરીને 

WhatsApp Group Join Now

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ

WhatsApp ગ્રૂપમાં જોડાવો!