2000 Rupee Notes: 2000 ની ગુલાબી નોટ સરકાર દ્વારા 2016 માં નોટબંધી પછી બજારમાં રોકડ પુરવઠો ઝડપથી વધારવા માટે લાવવામાં આવી હતી, હવે તેને પાછી ખેંચવાની માંગ શરૂ થઈ છે. આ માંગ બીજા કોઈએ નહીં પરંતુ કેન્દ્રમાં સત્તાધારી પક્ષના રાજ્યસભા ના સાંસદ સુશીલ કુમાર મોદી એ કરી છે, જેઓ બિહારના ભૂતપૂર્વ નાણાંપ્રધાન પણ રહી ચૂક્યા છે. સુશીલ મોદીએ રાજ્યસભા માં કહ્યું કે 2000 રૂપિયાની નોટ કાળું નાણું બની ગઈ છે. તેમણે કહ્યું કે સરકારે જનતાને ત્રણ વર્ષનો સમય આપી ને ધીરે ધીરે 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવી જોઈએ.
Solar Heater: સૂર્યપ્રકાશ પર ચાલતું આ રૂમ હીટર ઘરે લાવો, વીજળીનું બિલ નહીં આવે, બસ આટલી કિંમત છે
ગુલાબી નોટોના દર્શન દુર્લભ છે
હકીકત માં 6 વર્ષ પહેલા 8 નવેમ્બર 2016 ના રોજ મોદી સરકારે નોટબંધી ની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની જૂની નોટો રદ કરી હતી. નોટબંધી બાદ આરબીઆઇ દ્વારા 2000 રૂપિયાની નોટ બજારમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ હવે 2000 રૂપિયાની નોટ દુર્લભ બની રહી છે. એટીએમમાંથી ભાગ્યે જ રૂ. 2000ની નોટો નીકળે છે, તેથી બજારમાં રૂ. 2000 ની નોટ નું કાનૂની ટેન્ડર સમાપ્ત થવાની અફવા છે. 2000 રૂપિયાની નોટો નો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. નોટબંધી છતાં 2000 રૂપિયાની નકલી નોટો બજાર માં આવી છે.
2018-19 પછી 2,000 રૂપિયાની નોટ છાપવામાં નથી આવતી
સવાલ એ થાય છે કે 2000 રૂપિયા ની ગુલાબી નોટ ગઈ ક્યાં? તો ડિસેમ્બર 2021માં જ શિયાળુ સત્રમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે 2018-19 થી 2000 રૂપિયાની નોટ છાપવા માટે કોઈ નવા આદેશ જારી કરવામાં આવ્યા નથી. 2000 રૂપિયાની નોટોના સર્ક્યુલેશનમાં ઘટાડો થવાના કારણો જણાવતા જણાવવામાં આવ્યું હતું કે 2018-19થી 2,000 રૂપિયાની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું છે, જેના કારણે 2000 રૂપિયાની નોટોની સંખ્યામાં ઘટાડો થયો છે.
રાષ્ટ્રીય પાર્ટી બનવાથી AAPને શું ફાયદો થશે, જાણો કંઈ સુવિધાઓ મફતમાં મળશે
2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો
RBI એ પણ સ્વીકાર્યું હતું કે દેશમાં 2000 રૂપિયા ની નોટો ના ચલણ માં ભારે ઘટાડો થયો છે. આરબીઆઈ (RBI)ના વર્ષ 2021-22ના વાર્ષિક અહેવાલમાં( RBI Annual Report), આરબીઆઈએ જણાવ્યું હતું કે 2020-21માં કુલ ચલણ પરિભ્રમણમાં રૂ. 2,000ની નોટો નો હિસ્સો 17.3 ટકા હતો, જે હવે ઘટી ને 13.8 ટકા થઈ ગયો છે. 2019-20 માં, રૂ. 2000 ની કિંમતની રૂ. 5,47,952 નોટો ચલણ માં હતી અને કુલ નોટોના 22.6 ટકા જેટલી હતી. 2020-21માં તેનું મૂલ્ય ઘટીને રૂ. 4,90,195 કરોડ થયું હતું અને 2021-22 માં કુલ ચલણમાં રૂ. 2,000 ની નોટોની સંખ્યા વધુ ઘટીને રૂ. 4,28,394 કરોડ થઈ હતી.
0 ટિપ્પણીઓ