T20 World Cup 2022: પાકિસ્તાનને સેમીફાઈનલમાં કોણ લઈ ગયું,
T20 World Cup 2022: પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2022ની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. આના પર પૂર્વ ભારતીય ક્રિકેટર વેંકટેશ પ્રસાદે ટ્વીટ કરીને કહ્યું કે, ' કેસરિયાએ પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવામાં મદદ કરી.' વાસ્તવમાં નેધરલેન્ડની જર્સીનો રંગ કેસરી છે. વેંકટેશ પ્રસાદે ટ્વિટમાં આ તરફ ઈશારો કર્યો છે.
Google Pixel 6a: લોટરી લાગી! ઘરે લાવો ગૂગલ નો 44 હજારનો ફોન માત્ર 13 હજાર રૂપિયામાં, જાણો કેવી રીતે.
વેંકટેશનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આજે સવારે નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. જે બાદ પાકિસ્તાનને સેમિફાઈનલમાં પહોંચવા માટે બાંગ્લાદેશને હરાવી પડી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. હવે પાકિસ્તાનનો મુકાબલો 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે થશે. અહીં ટીમ ઈન્ડિયા 10 નવેમ્બરે ઈંગ્લેન્ડ સામે ટકરાશે.
બોલને બંને રીતે સ્વિંગ કરો
અક્ષરધામ ગાંધીનગર અને અક્ષરધામ દિલ્હી જેવું જ અક્ષરધામ મંદિર, ગુજરાતમાં કયાં બનશે જાણો
વેંકટેશ જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર છે. તેણે 1990માં ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત કરી હતી. વેંકટેશ પ્રસાદે 1996ના વર્લ્ડ કપમાં આમિર સોહેલને ક્લીન બોલ્ડ કર્યો હતો. વેંકટેશ પ્રસાદ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ પણ રહી ચૂક્યા છે. તેની કારકિર્દી પર નજર કરીએ તો તેણે ટીમ ઈન્ડિયા માટે 33 ટેસ્ટ અને 161 વનડે સહિત કુલ 194 મેચ રમી છે. તેના નામે ટેસ્ટમાં 96 અને વન-ડેમાં 196 વિકેટ છે. જ્યારે તે ભારત માટે રમતો હતો, ત્યારે તે તેના પાર્ટનર જવાગલ શ્રીનાથ સાથે નવા બોલથી બેટ્સમેનોને ડોઝ કરતો હતો. તે બોલને બંને રીતે સ્વિંગ કરવામાં માહિર છે. વેંકટેશે વર્ષ 2001માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
So Bhagwa has helped Pakistan reach the semis 😛
— Venkatesh Prasad (@venkateshprasad) November 6, 2022
0 ટિપ્પણીઓ